ટ્રમ્પ અને કિમ જોંગની 12 જૂને સિંગાપુરમાં ભવ્ય મુલાકાત, વિશ્વશાંતિનો નાંખશે પાયો

ન્યૂ દિલ્હીઃ અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાનાં લીડર કિમ જોંગ ઉન વચ્ચે જે બેઠકની કેટલાંય સમયથી આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તેની તારીખ અને જગ્યા ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કરીને તેને જાહેર કરી દીધેલ છે. ટ્રમ્પે કરેલ ટ્વિટમાં લખ્યું છે કે,”તેઓ 12મી જૂનનાં રોજ સિંગાપુરમાં કિમ જોંગ ઉન સાથે મુલાકાત કરશે. આ સાથે જ ટ્વિટમાં એમ પણ જણાવ્યું છે કે તેઓ બંને સાથે મળીને આ મુલાકાતને વિશ્વશાંતિ માટે એક ખાસ તક બનાવવાની પૂરેપૂરી કોશિશ કરશે.”

મહત્વનું છે કે થોડાંક દિવસ પહેલાં જ ટ્રમ્પે સૂચન આપતાં ટ્વિટ કરી હતી કે નોર્થ કોરિયાનાં નેતા કિમ જોંગ ઉન સાથે તેમની શિખરવાર્તા સરહદ પર તે પીસ હાઉસમાં થઈ શકે છે કે જ્યાં બંને કોરિયાઈ દેશો અલગ થાય છે. જો કે તે ઉપર વાત બરાબર જામી નહીં. અમેરિકી રાષ્ટ્રપતિ અને ઉત્તર કોરિયાનાં નેતા વચ્ચે આ પ્રથમ શિખરવાર્તા હશે.

ઉલ્લેખનીય છે કે થોડાંક દિવસો પહેલાં જ ઉત્તર કોરિયાનાં કિમ જોંગ ઉને દક્ષિણ કોરિયાની મુલાકાત લીધી હતી. આ સાથે જ છેલ્લાં કેટલાંક વર્ષોથી કોરિયાઈ ક્ષેત્રમાં ચાલી રહેલા તણાવમાં પણ એકાએક ઘણો ઘટાડો જોવાં મળ્યો કે જે એક ઐતિહાસિક ઘટના હતી. કારણ કે તેનાં થોડાંક દિવસો પહેલાનાં સમયમાં જ નોર્થ કોરિયાનાં નેતાએ સાઉથ કોરિયા તેમજ અમેરિકા ઉપર પણ હુમલાઓ કરવાની ધમકી આપી હતી.

મહત્વનું છે કે દક્ષિણ કોરિયાએ 1 દિવસ અગાઉ જ 3 અમેરિકી કેદીઓને છોડી મૂક્યાં હતાં. તમામ કેદીઓ ત્યાંથી ઘરે પરત ફર્યાં હતાં. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતે આનંદ વ્યક્ત કરતા એ પ્રકારે ટ્વિટ કરીને કહ્યું હતું કે,”હું તમને સૂચિત કરીને ખુશી મહેસૂસ કરી રહ્યો છું કે અમેરિકી મંત્રી 3 શાનદાર પુરૂષો સાથે ઉત્તર કોરિયાથી પરત આવી રહેલ છે. આ સાથે તે 3 લોકોનાં સ્વાસ્થ્ય પણ સારા છે.”

You might also like