ટ્રમ્પની WTOને ધમકીઃ સુધરો, નહીં તો અમે બહારનો રસ્તો પકડશું

વોશિંગ્ટન: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ટ ટ્રમ્પે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનને એક નવી ચેતવણી આપી છે કે પોતાની સંરક્ષણવાદી નીતિઓ અને અન્ય દેશો ખાસ કરીને ચીનની સાથે ચાલી રહેલા આક્રમક ટ્રેડવોર બાદ હવે ટ્રમ્પના વિશ્વ વેપાર સંગઠનને ધમકી આપી છે.

તેમણે પોતાના તાજેતરના નિવેદનમાં જણાવ્યું છે કે જો વિશ્વ વેપાર સંગઠન ખુદને યોગ્ય નહીં કરે તો અમેરિકા તેનાથી અલગ થઈ જશે.

ટ્રમ્પે ન્યૂઝ એજન્સી બ્લૂમબર્ગને અપાયેલા ઈન્ટર્વ્યૂમાં આ વાત કહી છે. ઉલ્લેખનીય છે કે WTOની સ્થાપના ૧૯૯૫માં કરાઈ હતી. આ તે જ સંસ્થાઓમાંથી એક છે જેની રચના વૈશ્વિક વ્યવસ્થા જાળવી રાખવા માટે થઈ હતી અને અમેરિકાએ તેમા મદદ કરી હતી.

ટ્રમ્પે ન્યૂઝ એજન્સીને કહ્યું કે જો તે ખુદને યોગ્ય નહીં કરે તો તેઓ WTOમાંથી હટી જશે. તેમણે સંરક્ષણ રચના માટે થયેલી સમજૂતીને અત્યાર સુધીની સૌથી ખરાબ વેપાર સમજૂતી ગણાવી.

આ પહેલા WTOની વિવાદ ઉકેલવાની પદ્ધતિની ટીકા કરી ચૂકેલા ટ્રમ્પે કહ્યું કે અમેરિકા કદાચ જ ત્યાં કોઈ કેસ જીત્યું છે. જોકે ગયા વર્ષથી બધું બદલવાનું શરૂ થયું છે. અમે હવે જીતવાની શરૂઆત કરી દીધી છે.

ટ્રમ્પે કહ્યું કે જો અમે નહીં જીતીએ તો અમે ત્યાંથી બહાર નીકળી જઈશું. ચીનની અમેરિકા સાથે ટ્રેડવોર ચાલી રહી છે. તે ૨૦૦૧માં WTOઓ સાથે જોડાયું હતું. તેણે અમેરિકા વેપાર પ્રતિનિધિ રોબર્ટ લીગથાઈઝરે એક ભૂલ ગણાવી હતી.

વિશ્વ વ્યાપાર માટે નિયમો બનાવવા અને દેશોની વચ્ચેના વિવાદ હલ કરવા WTOની રચના કરાઈ હતી. ટ્રમ્પે કહ્યું કે ૧૯૯૪માં WTOની સ્થાપના માટે જે સમજૂતી થઈ તે સૌથી જૂની વેપાર સમજૂતી છે.

સંરક્ષણવાદી નીતિઓને પ્રોત્સાહન આપનાર ટ્રમ્પનું કહેવું છે કે સંગઠને અમેરિકા સાથે ખોટો વ્યવહાર કર્યો છે. તેમને સંગઠનને અમેરિકાના અલગ હોવાની શક્યતાને લઈને ચેતવણી આપી જે રાષ્ટ્રપતિની વેપાર નીતિઓ અને WTOની ખુલ્લી વેપાર પ્રણાલીના વચ્ચેના સંઘર્ષને દર્શાવે છે.

You might also like