ટ્રમ્પે પાછો લીધો ગેરકાયદેસર પ્રવાસિયોના બાળકોને અલગ કરવાનો આદેશ!

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદેસર રીતે સરહદને પાર કરીને અમેરિકામાં આવવા પર પ્રવાસિયોથી તેમના બાળકોને અલગ કરવાનો આદેશને પરત લીધો છે. વૈશ્વિક સ્તર પર આ આદેશની નિંદા કરવામાં આવી હતી અને સમગ્ર દેશમાં તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ જોઈને ટ્રમ્પે આ આદેશ પાછો ખેંચ્યો હતો.

ટ્રમ્પે બુધવારે તેમના સાંસદોને જણાવ્યું હતું કે તે ટૂંક સમયમાં એક સરકારી ઓર્ડર પર સહી કરવા જઈ રહ્યા છે. બાદમાં, ટ્રમ્પે જૂના ઓર્ડરને સમાપ્ત કરતા, સરકારી હુકમ પર હસ્તાક્ષર કર્યા હતા. આ દરમિયાન તેણે જણાવ્યું હતું કે તે પરિવાર સાથે મળીને રહેવાનું કિધું છે. મને પરિવાર અલગ અલગ રહે તેવું ગમતું નથી.

છેલ્લા કેટલાક સપ્તાહોમાં, આશરે 2500 જેટલા બાળકો ગેરકાયદેસર રીતે USની સરહદને પાર કરીને તેમના માતાપિતાથી અલગ થયા હતા. આ ઘટનાના કઠોર ફોટોગ્રાફ્સ મીડિયા અને સોશ્યિલ મીડિયા સાઇટ્સ પર વાયરલ બની ગયા હતા.

You might also like