રશિયા સાથેની S-400 ડીલ ભારતને ભારે પડશેઃ ડોનાલ્ડ ટ્રમ્પ

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે રશિયા સાથે ભારતે એસ-૪૦૦ મિસાઇલ સિસ્ટમની ડીલ કરીને મોટી ભૂલ કરી છે અને ભારતને તેનું પરિણામ ભોગવવું પડશે. આ ડીલ કાઉન્ટરિંગ અમેરિકાઝ એડ્વર્સરીઝ થ્રુ સેન્કશન્સ એકટ (કાટસા)નું ઉલ્લંઘન છે. જેનું પરિણામ ભારતે ભોગવવું પડશે.

કાટસા હેઠળ રશિયા પાસેથી મિસાઇલ ડીલ પર ભારતને અમેરિકાના પ્રતિબંધોમાંથી છૂટ આપવાની સત્તા માટે માત્ર ડોનાલ્ડ ટ્રમ્પ પાસે જ છે. ભારત અને રશિયા વચ્ચે થયેલી ડીલ અંગે પૂછતાં ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની ઓવલ ઓફિસમાં જણાવ્યું હતું કે ભારતને હવે ખબર પડી જશે કે હવે આમાં શું થશે. તમને તેના પરિણામો ટૂંક સમયમાં જોવા મળશે.

ડોનાલ્ડ ટ્રમ્પે એવું પણ જણાવ્યું છે કે ઇરાન પાસે ૪ નવેમ્બર બાદ ઓઇલની આયાત કરનારા દેશોને પણ અમેરિકાની નારાજગીનો સામનો કરવો પડશે. સંરક્ષણ નિષ્ણાતોએ હવે એવી આશંકા વ્યકત કરી છે કે રશિયા પાસેથી મિસાઇલ ડીલ બાદ ભારતને કાટસા હેઠળ અમેરિકન પ્રતિબંધોનો સામનો કરવો પડશે.

જોકે અમેરિકામાં મોજૂદ ફ્રેન્ડસ ઓફ ઇન્ડિયાને એવી આશા છે કે ટ્રમ્પ ભારતને છૂટ આપી શકે છે, કારણ કે તેઓ ભારતને મહત્ત્વપૂર્ણ ડિફેન્સ પાર્ટનર માને છે.

જોકે કેટલા નિષ્ણાતોનું એવુું પણ માનવું છે કે અમેરિકન પ્રશાસનમાં બદલાતા રાજકીય સમીકરણો અને ભારતની ટ્રેડ નીતિ પ્રત્યે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કડક વિચારોને લઇને રશિયા સાથે ડીલ બદલ ભારતને કાટસા હેઠળ રાહત કે છૂટછાટ મળવાની શકયતા ઓછી છે.

You might also like