ડોનાલ્ડ ટ્રમ્પની હમશકલ, આ મહિલા થઈ રહી છે viral

સ્પેનની એક મહિલા આ દિવસોમાં સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ કરી રહી છે. આ અણધારી ખ્યાતિનું કારણ તેનો ચહેરો છે. હા, આ સ્પેનિશ મહિલાનો ચહેરો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સમાન દેખાય છે. લોકો તેના ચહેરાને જોઈને તેના પર ઘણા પ્રતિસાદ આપી રહ્યાં છે.

હકીકતમાં, ડોલોરેસ લીસનું પહેલો ફોટો, ગત અઠવાડિયે Instagram ના એક પર પોસ્ટમાં દેખાયો હતો. આ ચિત્રમાં તે એક ફાર્મમાં જોવા મળી હતી. ત્યાં તેના ખભા પર પાવડો લઈને ઊભી છે. આ પછી, હજારો લોકોએ સોશ્યિલ મીડિયા પર તેના ફોટા શેર કરવાનું શરૂ કર્યું હતું.

Dolores Leis, onte, en Nantón ✍🌾🌱

A post shared by P a u l a (@trintadenovembro) on

64 વર્ષીય મહિલા ધીમે ધીમે આંતરરાષ્ટ્રીય મીડિયાની હેડલાઇન્સમાં આવી રહી છે. હવે તેનાથી લોકો USની નીતિ અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પ્રતિસાદ માંગે છે. જો કે તે આ બધી વાતોને બાજુ પર મુકીને તેના બટાકાના પાક વિશે વધુ ચિંતિત છે.

You might also like