અમેરિકા: ડોનાલ્ડ ટ્રમ્પે સુરક્ષાને બળવાન કરવા મેલેટરીના ખર્ચમાં 10% વધારાની ભલામણ કરી

વોશિંગ્ટન: યુનાઇટેડ સ્ટેટ્સ પોતાના દેશની સુરક્ષા માટે મેલેટરી પાછળ વાર્ષિક ધોરણે 60 કરોડ રૂપિયા કરતાં વધુનો ખર્ચ કરે છે. સુરક્ષા માટેનો આ ખર્ચ દુનિયાના 7 મુખ્ય દેશોના કુલ ખર્ચ બરાબર છે. અને હવે અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ ખર્ચમાં 10 ટકાનો વધારો કરવાની ભલામણ કરી છે.

ડોનાલ્ડ ટ્રમ્પના શાસનને સૂચવ્યું છે કે આ ખર્ચની ભરપાઈ અમેરિકાની બીજી ફેડરલ એજન્સીઓ જેમાં સ્ટેટ ડિપાર્ટમેન્ટમાંથી સરભર કરવામાં આવશે. આ બીજા વિભાગોમાં કાપ મૂકવાથી યુએસ ફોરેન એડ એટલે કે વિદેશ સહાયમાં પણ કામ મૂકવામાં આવશે. એ ઉપરાંત પર્યાવરણના રક્ષણની એજન્સી તેમ જ કોન્વર્ઝેશન રિપબ્લિકન પર પણ ટાર્ગેટ કરવામાં આવશે જેઓનું માનવું છે કે એનાથી વેપાર પર કાપ મૂકાશે.

You might also like