શપથ લેતાની સાથે જ ટ્રંપ કરી દેશે તમામ રાજદૂતોની છુટ્ટી

ન્યૂયોર્કઃ અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની સલાહકાર ટીમે (ટ્રાંજિશન ટીમ) તમામ રાજદૂતોની છુટ્ટી કરી દીધી છે. તેઓએ હાલના રાષ્ટ્રપતિ બરાક ઓબાના કાર્યકાળમાં  રાજનીતિક રીતે વિદેશોમાં નિમવામાં આવેલા રાજદૂતોને 20 જાન્યુઆરી સુધી પોતાના પદ પરથી રાજીનામુ આપવા જણાવ્યું છે.  આ જ દિવસે ટ્રંપ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકેનો ઔપ્ચારિક પદભાર સંભાળવાના છે.

ન્યૂઝિલેન્ડમાં અમેરિકી રાજદૂત માર્ક ગિલબર્ટ આપેલ મીડિયા અહેવાલમાં બહાર આવેલ એક ટવીટરમાં જણાવ્યું છે કે કોઇ પણ પ્રકારના અપવાદોને બાદ કરતા વિદેશ મંત્રાલયે રાજનીતિક રીતે નિયુક્ત કરેલા તમામ રાજદૂતોને 20 ડિસેમ્બરે આ સંબંધી સંદેશો આપ્યો હતો.

રાજનીતિક સૂત્રો તરફથખી મળતી માહિતી મુજબ પૂર્વ અમેરિકી પ્રશાસને બંને રાજનીતિક પાર્ટીઓ દ્વારા નિયુક્ત રાજદૂતોના કાર્યકાળમાં થોડી વુદ્ધિ કરી છે. ખાસ કરીને જેમના બાળકો નાના છે અને સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યાં છે. વિદેશ વિભાગના પ્રવક્તા જાન કિર્બીએ જણાવ્યું છે કે આ એક સામાન્ય પ્રક્રિયા છે અને રાજનીતિક રૂપથી નિયુક્ત તમામ રાજદૂતોને 20 જાન્યુઆરી સુધી પદ છોડવાનું કહેવામાં આવ્યું છે. ઓબામા પ્રશાસન દ્વારા રાજનીતિક રીતે નિમવામાં આવેલા તમામ રાજદૂતોને રાજીનામુ આપવાનો નિર્દેશ કર્યો છે.

home

You might also like