રાષ્ટ્રપતિ બન્યા પછી કટ્ટરતા છોડી દઇશ: ટ્રંપ

વોશિંગ્ટન: અમેરિકા આવનાર લોકો માટે એક મોટી કડક તપાસ પ્રક્રિયાનો પ્રસ્તાવ આપવાના એક દિવસ પછી અમેરિકા રાષ્ટ્રપતિ પદના રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રંપે કહ્યું કે જો તે રાષ્ટ્રપતિ બને છે તો તે કટ્ટરતા, ધૃણા અને કડકાઇ છોડી દેશે.

ટ્રંપે ફેસબુક પર નાખેલા એક પોસ્ટમાં કહ્યું કે, ‘અમેરિકાની જનતા પ્રત્યે મારો આ સંકલ્પ છે, તમારા ર્ષ્ટ્રપતિના સ્વરૂપમાં હું તમારો સૌથી મોટો શૂરવીર હોઇશ. હું આ સુનિશ્વિત કરવા માટે લડીશ કે દરેક અમેરિકાના લોકો સાથે સમાન વ્યવહાર થાય, તે દરેકને સમાન સુરક્ષા મળે અને તેમને એક સરખું સમ્માન મળે.’ અમેરિકાના રાષ્ટ્રપતિ પદના રિપબ્લિક ઉમેદવારે કહ્યું, ”અમે કટ્ટરતા, ધૃણા અને કડકાઇના દરેક રૂપને નકારી કાઢીશું અને એક નવું ભવિષ્ય બનાવવા માટે પ્રયત્નો કરીશું, જે અમેરિકાની જનતા માટે આપણી સંસ્કૃતિ અઇને મૂલ્યો પર આધારિત રહેશે.”

તેમણે એક બીજી પોસ્ટમા કહ્યું કે, જેવી રીતે અમે સામ્યવાદની ખરાબીને કાઢીને મક્ત બજારોના ગુણોને સામે લાવીને શીતયુદ્ધ જીત્યું, તેવી જ રીતે આપણે ચરમપંથી ઇસ્લામની વિચારધારાનો સામનો કરવો જોઇએ.

ટ્રંપે કહ્યું કે મારા વિપક્ષી આવા દેશો પાસેથી લાખો ડોલરનું ફંડ લે છે, જ્યાં સમલૈંગિક હોવું એક અપરાધ છે અને તેની સજા મૃત્યુ અથવા કેદ છે. એવામાં મારાં પ્રશાસન મહિલાઓ, સમલૈંગિકો અને અલગ અલગ મતોવાળા લોકોને ઉત્પીડનના વિરુદ્ધ આવાજ ઉઠાવશે.

You might also like