ભારતમાં ટ્રમ્પ ટાવર્સ ઉભા કરવાના હેતુથી ટ્રમ્પના પુત્રનું ભારતમાં આગમન

નવી દિલ્હી, મંગળવાર
બિઝનેસ અને વિદેશનીતિનો એજન્ડા લઇને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર આજે સવારે ભારત આવી પહોંચ્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશનના વાઇસ ડાયરેક્ટરની આ પ્રથમ ભારત યાત્રા છે. તેઓ ગુરુગ્રામમાં પોતાના લકઝુરિયસ રેસિડેન્શિયલ પ્રોજેકટ ‘ટ્રમ્પ ટાવર્સ’ને લોન્ચ કરશે. સાથે-સાથે તેઓ વિદેશનીતિ પર પણ વકતવ્ય આપશે.

ડોનાલ્ડ ટ્રમ્પની રિયલ્ટી કંપની ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશન ટ્રમ્પ ટાવરનું નિર્માણ કરશે. ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર પોતાના પ્રાઇવેટ પ્લેેન બોઇંગ ૭પ૭ (ટ્રમ્પ ફોર્સ વન) દ્વારા ભારત આવી પહોંચ્યા હતા. ગુરુગ્રામમાં ટાવર બનાવવા માટે ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશન સાથે બ્રાન્ડ લાઇસન્સ એગ્રીમેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપ્રમુખ બન્યા તે પહેલાં થઇ ગયો હતો.

આ એગ્રીમેન્ટ હેઠળ ટ્રમ્પ ટાવર્સ ગોલ્ડ કોર્સ એકસ્ટેન્શન રોડ પર બનાવવામાં આવશે, જે ગુરુગ્રામની સાૈથી ઊંચી ઇમારત હશે. અમેરિકન અખબાર વોશિંગ્ટન પોસ્ટના જણાવ્યા અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર ભારતીય રોકાણકારો અને બિઝનેસ લીડર્સની કોલકાતા, મુંબઇ, પુણે અને ગુરુગ્રામમાં મુલાકાત લેશે.

બિઝનેસ વધારવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર વિદેશનીતિ પર પણ પોતાના વિચારો રજૂ કરશે. શુક્રવારે યોજાનારી ગ્લોબલ બિઝનેેસ સમિટમાં તેઓ ‘રીશેપિંગ ઇન્ડો-પેસિફિક ટાઇઝ’ પર વકતવ્ય આપશે. આ સમિટમાં વડા પ્રધાન મોદી પણ હાજર રહેશે અને તેઓ ‘ભવિષ્ય કે લિયે ભારત કી તૈયારી’ પર સ્પીચ આપશે. કોલકાતામાં પણ ટ્રમ્પ ટાવર્સ પ્રોજેકટ હેઠળ ૧૩૭ લકઝરી યુનિટનું નિર્માણકાર્ય શરૂ થશે. મંુબઇમાં હાલ ૭૮ માળના ટ્રમ્પ ટાવર્સ નિર્માણાધીન છે અને તે કામ એક વર્ષમાં પૂરું થવાની શકયતા છે.

You might also like