ઓબામાના અપમાન પર ટ્રંપને આવ્યો ગુસ્સો

વોશિંગટનઃ ચીનમાં જી 20 સમિટમાં શામેલ થવા ગયેલા અમેરીકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે એરપોર્ટ પર દુવ્યવહારને પગલે અમેરિકામાં રાજનીતિક માહોલ ગરમાયો છે. અમેરિકી રાષ્ટ્રપતિની ચુંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રંપે આ ઘટનાને લઇને નિશાનો સાધતા જણાવ્યું છે કે ચીનના આ વ્યવહારને પગલે ઓબામાએ જી20 સમિટ છોડી દેવી જોઇએ.

ચીની એરપોર્ટ પર ઓબામા માટે મેટલ સીડી દ્વારા પ્લેનમાંથી ઉતરવું પડ્યું હતું. જેને પગલે એરપોર્ટ પર બંને પક્ષે ચર્ચા થઇ હતી. પ્રેજિડેન્શલ પ્લેન સાથે ચીની એરપોર્ટ પર ઓબામાને બીજી એક્સિટ પરથી ઉતરવું પડ્યું હતું. બીજી તરફ વિરોધાભાસ એ જોવા મળ્યો કે દુનિયાના અન્ય નેતાઓ માટે  પ્લેનમાંથી ઉતરવા માટે રેડ કાર્પેટ સીડીની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે ઓબામા માટે આ રીતની કોઇ જ વ્યવસ્થા ન હતી.

આ મુદ્દે ટ્રંપે કહ્યું હતું કે ચીની અધિકારીઓ દ્વારા અમેરીકી રાષ્ટ્રપતિનું અપમાન કરવામાં આવ્યું છે. અન્ય દેશના નેતાઓ સુંદર રેડ કાર્પેટ સીડીથી ઉતર્યા હતા. જ્યારે ઓબામાને ઉતરવા માટે મેટલ સીડી આપવામાં આવી હતી. ટ્રંપે કહ્યું કે અમે આ રીતનું અપમાન સહન ન કરી શકીએ. જો કે હિલેરી ક્લિટંને ટ્રંપના મિજાજનો વિરોધ કર્યો છે. ક્લિંટનના પ્રવક્તાએ જણાવ્યું છે કે ટ્રંપને આ વિવાદ અંગે ખોટી માહિતી પ્રાપ્ત થઇ છે. ઉલ્લેખનિય છે કે ટ્રંપે સતત ઓબામા પર વર્લ્ડ લીડર્સ સામે અમેરીકાની મજબુતી ન દેખાડવાનો આરોપ લગાવ્યો છે.

You might also like