ડોનાલ્ટ ટ્રમ્પની હોટલમાં એક પણ વસ્તુ અમેરિકાની નથી!

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના પહેલા સંબોધનમાં જ કહ્યું હતું કે વેપાર, ટેક્સ, ઇમિટેશન અને વિદેશી બાબતો પર લેવાયેલો દરેક નિર્ણય અમેરિકાના શ્રમિકો અને અમેરિકાના પરિવારો માટે ફાયદારૂપ હશે. ટ્રમ્પે બિઝનેસ વર્લ્ડને વિનંતી કરી હતી કે તેઅો અમેરિકી વસ્તુઅો જ ખરીદે અને અમેરિકાના લોકોને રોજગાર અાપે, પરંતુ ‘ધ મિરર’ના રિપોર્ટ મુજબ વોશિંગ્ટન ડીસીમાં ટ્રમ્પની ઇન્ટરનેશનલ હોટલના રૂમમાં ઉપયોગમાં લેવાયેલી એકેએક વસ્તુ અમેરિકાની બહાર બની છે.

ટીવી સેટ-મેક્સિકો
હોટલના ૨૬૩ ગેસ્ટરૂમમાં સેમસંગ ટીવી સેટ રાખેલા છે, જે મેક્સિકોના તિજુઅાનામાં બનેલા છે. ટ્રમ્પે ચૂંટણી પ્રચારમાં મેક્સિકોના લોકોને રેપિસ્ટ અને હત્યારા પણ કહ્યા હતા, પરંતુ ત્યાં બનેલાં ટીવી તેમની હોટલની શોભા વધારે છે.

બેડ પર ચાદર-ઇટાલી
હોટલના રૂમમાં બેડ પર ઇટાલીની ચાદર લગાવેલી છે.

અા પણ વિદેશી
લંડનમાં બનેલી કાંસાની ડસ્ટબિન
ચીનમાં બનેલા ટોવેલ
કેનેડાની ટોઇલેટરીઝ
જર્મનીના કપ
સ્વિટ્ઝર્લેન્ડનાં ફ્રીઝ
બ્રિટનમાં બનેલા કાંસાનાં ટિશ્યૂ બોક્સ કવર
બાથરૂમ અેસેસરીઝ

હોટલમાં ગીતા-કુરાન સહિત તમામ ધર્મગ્રંથ ઉપલબ્ધ
ટ્રમ્પ મુસ્લિમો અને ભારતીયો વિરુદ્ધ વાત કરી રહ્યા છે, પરંતુ હોટલના રૂમમાં તમામ ધર્મસામગ્રી ઉપલબ્ધ છે, તેમાં ગીતા અને કુરાનની સાથે અન્ય ધર્મના ગ્રંથ હાજર છે અને તે હોટલમાં જ મહેમાનને અાપવામાં અાવે છે.

http://sambhaavnews.com/

You might also like