ટ્રંપે હિલેરીને કહી ‘દુષ્ટ’

વોશિંગ્ટન: રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રંપે ડેમોક્રેટિક પાર્ટીથી પ્રતિદ્વંદ્વી હિલેરી ક્લિંટનને ‘દુષ્ટ’ કહીને સંબોધિત કરી છે. વરમોન્ટથી સીનેટર બર્ની સેન્ડર્સને હિલેરીનું સમર્થન કરવા માટે તેમના નિર્ણય પર બોલતા ટ્રંપે હિલેરી વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો. ટ્રંપે આરોપ લગાવ્યો કે, “સેન્ડર્સે તે દુષ્ટ હિલેરી સાથે કરાર કર્યો છે. તે દુષ્ટ છે.”

ટ્રંપ પોતાની રેલીમાં છેલ્લા કેટલાક સમયથી હિલેરી વિરુદ્ધ ”ધૂર્ત” શબ્હદોનો ઉપયોગ કરી રહ્યા હતાં. ટ્રંપે પેનસિલવેનિયામાં રેલી દરમિયાન કહ્યું કે, ”તેમના લોકો તેમની પર નારાજ છે અને તે લોકોએ નાખુશ થવું જ જોઇએ. જો તે કશું કરી શકતાં નથી તો ઘરે જાય, જઇને સૂઇ જાય અને આરામ કરે,, એવામાં તે એક નાયકની જેમ રહે.પરંતુ તેમને તો તે દુષ્ટ હિલેરી સાથે કરાર કરી લીધો છે.” ટ્રંપે હાલમાં હિલેરી માટે આ નવી અભદ્ર ભાષાનો ઉપયોગ શરૂ કર્યો છે.

ટ્રંપે શુક્રવારે કોલોરાડોમાં કહ્યું કે, ”બર્ની ઝુકી ગયા, તેમણે તે દુષ્ટના હાથમાં તેમની આત્મા વહેંચી દીધી.” થોડાક સમય પહેલા તેમમે હિલેરીનું સમર્થન કરવા માટે સેન્ડર્સ પર ”દુષ્ટના હાથે વેચવાનો” આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે હિલેરી ક્લિંટન ઘણી નબળી અને પ્રભાવહીન છે અને હવે કોઇ મતલબ નથી કે તમે તેમે તેને ચાર વર્ષ માટે ફરીથી મોકો આપો. મારું માનો તો આનો કોઇ મતલબ નથી.

You might also like