ડોનાલ્ડ ટ્રમ્પે હિલેરીને ગોળી મારવાની ધમકી આપી?

728_90

વોશિંગ્ટન: જો આ મજાક હતી તો કોઈએ ખડખડાટ હાસ્ય કર્યું નહીં. ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની આ ટિપ્પણીથી વધુ એક વાર વિવાદમાં ઘેરાયા છે એમાંય ડોનાલ્ડ ટ્રમ્પે ડેમોક્રેટિક પક્ષનાં રાષ્ટ્રપ્રમુખપદ માટેનાં ઉમેદવાર હિલેરી ક્લિન્ટન માટે એક ટિપ્પણી કરીને હદ કરી નાખી છે. ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે જો હિલેરી ક્લિન્ટન રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાઈ જશે તો તેમને સુપ્રીમ કોર્ટમાં ઉદાર જજની નિમણૂક કરતાં રોકવાનો એકમાત્ર રસ્તો તેમને ગોળી મારવાનો જ રહેશે.

ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે હિલેરી ક્લિન્ટન ફરજિયાત રીતે બીજા સુધારાને ખતમ કરવા ઈચ્છે છે. ડોનાલ્ડ ટ્રમ્પે દાખલો આપતાં જણાવ્યું હતું કે ગન રાઈટ્સ એક્ટિવિસ્ટ હથિયાર રાખવાના અધિકારની માગણી કરી રહ્યા છે. જો હિલેરી ક્લિન્ટન ઉદાર જજની નિમણૂક કરશે તો આવું થઈને રહેશે અને તો પછી તમે તમારા સગાં-સંબંધીઓ માટે કંઈ પણ કરી શકશો નહીં. ડોનાલ્ડ ટ્રમ્પે આ કોમેન્ટ વિલમિંગ્ટન અને ડેલેવેરની રેલીઓમાં કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પની આ પ્રકારની કોમેન્ટના કારણે લોકોમાં ઉગ્ર પ્રતિક્રિયા જોવા મળી હતી.

લોકોએ ડોનાલ્ડ ટ્રમ્પને સવાલ કર્યો હતો કે શું ડોનાલ્ડ ટ્રમ્પ હિલેરી ક્લિન્ટનની હત્યા કરાવવા માગે છે? ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ આ કોમેન્ટ પર વધુ વિવાદ ન છેડાય તે માટે પ્રયત્નો કર્યા હતા. સમર્થકોએ તેની વ્યાખ્યા અલગ કરવાનું શરૂ કરી દીધું હતું.  તેમણે એવું જણાવ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ ગન રાઈટની વાતો કરી રહ્યા છે.

You might also like
728_90