જગત જમાદારને પણ રાખવું પડે છે જમાઈરાજાનું માન!

એવું નથી કે ભારતમાં જ જમાઇનું માન રાખવું પડે, અમેરિકામાં પણ આમ કરવું જ પડે છે. વાત એવી છે કે રાષ્ટ્રપતિપદની ચૂંટણી જીતેલા રિઅલ એસ્ટેટ ટાયકૂન ડોનાલ્ડ ટ્રમ્પ હવે તેમના સલાહકારોની ટીમ બનાવવામાં લાગ્યા છે. જુદાં જુદાં ક્ષેત્રોમાંથી તેઓ સલાહકારોની નિમણૂક કરી રહ્યા છે. આ સલાહકારોમાં ટ્રમ્પની સૌથી મોટી દીકરીના પતિનું પણ નામ છે જેનાથી વિવાદ ઊભો થયો છે. ટ્રમ્પે કુલ ત્રણ લગ્ન કર્યાં છે. તેમની પહેલી પત્નીથી દીકરી છે તેનું નામ ઇવાન્કા છે. આ ઇવાન્કાના પતિ છે જરેડ કુશનેર.

ટ્રમ્પના આ જમાઇના કારણે રાષ્ટ્રપતિપદના શપથ લેતા પહેલાં જ વિવાદ ઊભો થયો છે. યુએસ બંધારણમાં અમુક કાયદા છે જે મુજબ રાષ્ટ્રપતિના પરિવારના નજીકના લોકો તેમના સલાહકાર તરીકે રહી શકે નહીં. જોકે, ટ્રમ્પ શરૃઆતથી જ પોતાના મનનું ધાર્યું  કરી રહ્યા છે. આ બાબતમાં પણ તેમણે કોઇની દરકાર રાખ્યા વગર જમાઇરાજાનું નામ સલાહકાર બોર્ડમાં મુકાવી દીધું છે. પાંત્રીસ વર્ષની ઉંમરનો કુશનેર પણ ન્યૂયોર્કમાં રિઅલ એસ્ટેટ ક્ષેત્રે અગ્રણી પરિવારમાંથી આવે છે.

ટ્રમ્પની કેમ્પેન વખતે પણ તેણે મોટો ભાગ ભજવ્યો હતો માટે સ્વાભાવિક છે કે તે ટ્રમ્પની નજીક રહે. બીજી બાજુ એવું પણ કહેવાઇ રહ્યું છે કે હાલ સલાહકારોની જે ટીમ બની છે તે કામચલાઉ છે. શપથ લીધા પછી કાયમી બનશે. કામચલાઉ ટીમમાં જમાઇરાજાને રાખી શકાય. એવીય વાત છે કે વિવાદ ન થાય માટે કુશનેર કોઇ પદ લીધા વગર જ સલાહકાર બનશે.

home

You might also like