ઓસ્ટ્રેલિયાનાં PM સાથે અયોગ્ય વર્તન કરી ટ્રમ્પે કાપી નાખ્યો ફોન

વોશિંગ્ટન : ડોનાલ્ડ ટ્રમ્પ હાલમાં દરેક દેશોનાં લીડર્સ સાથે ચર્ચા કરી રહ્યા છે. આ વાતચીત ચર્ચામાં એટલે છે કારણ કે તેઓ દરેક પરંપરાને નજર અંદાજ કરીને બિહેવ કરી રહ્યા છે. એવું કહી શકાય કે, ઓસ્ટ્રેલિયાનાં પીએમ માલ્કમ ટર્નબુલની સાથે વાતચીત દરમિયાન ટ્રમ્પે એકાએક ફોન કટ કર્યો. બંન્ને વચ્ચે લગભગ એક કલાક વાત થવાની હતી, પરંતુ 25 મિનિટ જ ફોન ચાલ્યો હતો.

બંન્ને દેશોએ રેફ્યુઝી સિવાય અન્ય મુદ્દાઓ પર વાતચીત કરી. ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા ગાઠ મિત્રો ગણાય છે. વોશિંગ્ટન પોસ્ટનાં અહેવાલ અનુસાર ટ્રમ્પ અને ટર્નબુલ વચ્ચે રેફ્યુજી ડીલ અંગે વાતચીત થઇ.

વાતચીત અનુસાર ઓસ્ટ્રેલિયાનાં એક ડિટેન્શન સેન્ટરમાં રહેવા 1250 રેફ્યૂજીને અમેરિકા જવાનું હતું. ટર્નબુલે વાતચીતમાં તેવો ઉલ્લેખ કર્યો. ટ્રમ્પે તેના જવાબમાં કહ્યું કે આ અત્યાર સુધીની સૌથી ખરાબ ડીલ છે. ટ્રમ્પે ટર્નબુલ પર આરોપ લગાવતા કહ્યું કે તેઓ બોસ્ટનમાં નેકસ્ટ બોમ્બ વિસ્ફોટ કરનારા લોકોને અમેરિકામાં એક્સપોર્ટ કરવાનાં પ્રયાસો કરી રહ્યા છે.

You might also like