ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં દિવાળી મનાવી ભારતીય મૂળના અધિકારીઓ સામેલ થયા

વોશિંગ્ટનઃ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસની ઓવલ ઓફિસમાં દિવાળી મનાવી તેમાં યુએનમાં અમેરિકાની રિપ્રેઝન્ટેટિવ નિક્કી હેલી, એડમિનિસ્ટ્રેટર ઓફ સેન્ટર્સ ફોર મેડિકેર સીમા વર્મા સહિત ઘણા અધિકારીઓ સામેલ થયા હતા. ગયા વર્ષે પ્રેસિન્ડેન્શિયલ ઈલેક્શન દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ પણ દિવાળી સેલિબ્રેશનમાં સામેલ થયા હતા.

ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઈવાન્કા પણ આ પ્રોગ્રામમાં સામેલ થઈ ગઈ. ગયા વર્ષે પ્રેસિન્ડેન્શિયલ ઈલેક્શનમાં ઈવાન્કાએ વર્જિનિયા અને ફ્લોરિડાનાં મંદિરોમાં દિવાળી ઊજવી હતી. ગયા વર્ષે ડોનાલ્ડ ટ્રમ્પે પણ ન્યુજર્સીમાં એક પ્રોગ્રામમાં દીપ પ્રાગટ્ય કર્યું હતું. વ્હાઈટ હાઉસના ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી રાજ શાહ પણ દિવાળીના સેલિબ્રેશનમાં સામેલ થયા હતા.

જ્યોર્જ બુશના સમયે દિવાળી સેલિબ્રેશન શરૂ થયું હતું
જ્યોર્જ બુશ પ્રેસિડેન્ટ હતા તે સમયે અમેરિકામાં ઓફિશિયલ દિવાળી સેલિબ્રેશન શરૂ થયું હતું. આ દરમિયાન વ્હાઈટ હાઉસમાં દિવાળી સેલિબ્રેશન ઈન્ડિયા ટ્રીટીરૂમમાં મનાવાતું હતું. વ્યક્તિગત રૂપથી બુશ ક્યારેય પણ દિવાળી સેલિબ્રેશનમાં સામેલ થયા ન હતા. બરાક ઓબામાએ પોતાના ટેન્યોરના પહેલા વર્ષે વ્હાઈટ હાઉસમાં દીવો પ્રગટાવ્યો હતો. ત્યારબાદ વ્હાઈટ હાઉસમાં આ ફેસ્ટિવલ મનાવવાનું શરૂ થયું હતું.

કેનેડાના પીએમએ પણ દિવાળી મનાવી
કેનેડાના પીએમ જસ્ટીન ટુડોએ ગઈ કાલે ઈન્ડિયન કોમ્યુનિટી સાથે દિવાળી ઊજવી હતી. તેમણે આ સમયે શેરવાની પહેરી હતી. ટુડીએ અહીં રહેનાર તમામ ભારતીયોને આ તહેવારની શુભકામનાઓ આપી હતી. આ અવસરે ઈન્ડિયન હાઈ કમિશનર વિકાસ સ્વરૂપ પણ હાજર હતા. ટુડીએ આ પ્રોગ્રામમાં દીપ પ્રગટાવતો પોતાનો એક ફોટો પોસ્ટ કર્યો અને ટ્વિટમાં લખ્યું કે ‘દિવાળી મુબારક’ અમે આજે ઓટાવામાં સેલિબ્રેશન કરી રહ્યા છીએ.

You might also like