ડોનાલ્ડ ટ્રંપ અને હિલેરી ક્લિંટનની જીત

વોશિંગ્ટન: અમેરિકામાં રાષ્ટ્રપદની ચૂંટણીમાં રિપબ્લિકન ઉમેદવાર બનવાના ટોચના દાવેદાર ડોનાલ્ડ ટ્રંપએ 5 રાજ્યો જીતી લીઘા છે જ્યારે ડેમોક્રેટિક ઉમેદવાર બનવાના ટોચના દાવેદાર હિલેરી ક્લિંટનએ મેરીલેન્ડ, ડેલાવેયર અને પેંસિલ્વેનિયામાં પોતાની જીત નોંઘાઇ છે.

ટ્રંપએ મેરીલેન્ડ, કનેક્ટિકટ, ડેલાવેયર, પેંસિલ્વેનિયા અને રોડ આઇલેન્ડમાં જીત મેળવી છે. ત્યારબાદ હવે ટ્રંપની પાર્ટી ઉમેદવાર બનવા માટે દાવેદારી અને વધારે મજબૂત બની ગઇ છે પરંતુ તે ઉમેદવાર બનવા માટે 1237 ડેલિગેટની આવશ્યક સંખ્યાને હજુ સુધી મેળવી શક્યા નથી.

મિડીયાના અનુમાનો અનુસાર કનેક્ટિકટમાં હિલેરીને તેમના ડેમોક્રેટિક હરીફ બર્ની સેન્ડર્સનો મોટો પડકાર સામનો કરી રહ્યા છે. વર્મોન્ટના સેનેટર સેન્ડર્સ રોડે આઇલેન્ડમાં થોડા અંતરથી આગળ ચાલી રહ્યા છે. જો કે હિલેરીએ 3 રાજ્યોના પ્રાઇમરીમાં જીત મેળવી છે.

3 રાજ્યોમાં મળેલી જીત હિલેરીને પણ ડેમોક્રેટિક ઉમેદવાર બનવા માટે નજીક લઇ ગઇ છે પરંતુ તે 2383 ડેલીગેટની આવશ્યક સંખ્યાથી હજુ પાછળ છે.

You might also like