ટ્રંપ સરકાર જલ્દી બદલી શકે છે H1-B વિઝા નિયમ, ભારતીયોને પડશે ફટકો

ન્યૂયોર્ક: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રંપ સરકાર આવતાં જ ભારતીય આઇટી એક્સપર્ટસને મળનારી H1-B વિઝા સુવિધા પર નિયમ બદલી શકે છે. અટોર્ની જનરલ પદ માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના નોમિનીએ સંકેત આપ્યો છે કે એ જલ્દી એચ-1 બી અને એલ-1 વિઝા નો દુરુપયોગ રોકવાની દિશોમાં પગલું ભરી શકે છે. આ એ વિઝા હોય છે જેનો ઉપયોગ સામાન્ય રીતે ભારતના વ્યાવસાયિક લોકો કરે છે.

સીનેટર જેફ સેસન્સએ અટોની જનરલના પદ માટે પોતાની પુષ્ટીન સુનાવણી દરમિયાન સીનેટ ન્યાયપાલિકા સમિતિના સભ્યોએ જણાવ્યું, ‘આવું વિચારવું સામાન્ય રીતે ખોટું છે કે અમે પૂરી રીતે ઓપન વર્લ્ડમાં છીએ અને કોઇ પણ અમેરિકનને નોકરીમાંથી નિકાળી શકીએ છીએ જો દુનિયાનો કોઇ વ્યક્તિ એ વ્યક્તિ સાથે ઓછા પગારમાં જોબ કરવા માટે તૈયાર છે. અમારી મર્યાદાઓ છે, અમારી અમારા નાગરિકો પ્રત્યે પ્રતિબદ્ધતા છે અને તમે એમના ચેમ્પિયન રહ્યા છો. હું તમારી સાથે આ બાબતે કામ કરીને ગૌરવ અનુભવીશ.’

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ એચ-1 બી વિઝામાં કાપ કરીને ભારતીય વ્યાવસાયિકોને રોકવા માટે કવાયત હાથ ધરી રહ્યા છે કારણ કે આ નોકરી માત્ર સ્થાનિક અમેરિકનો જ મળી શકે. અમેરિકાની કોંગ્રેસમાં એચ1બી વિઝાને અસર કરનાર બિલ નવા રૂપથી રજૂ કરવામાં આવ્યા હતા.

ત્યારબાદ દેશમાં કાર્યરત આઇટી કર્મચારી ઉપરાંત અન્ય ક્ષેત્રોમાં સારા કર્મચારીઓ માટે સમય બદલાવાનો છે. એમાં રિસર્ચ એનાલિસ્ટ, વેબ ડેવલપર્સ, ટીચર, કલાકાર, મેડિકલ કર્મી અને ફાર્મસી વગેરેનો સમાવેશ થાય છે. એમાંથી મોટાભાગના લોકોની આવક 60 હજારથી 1 લાખ ડોલર છે.

અમેરિકી કોંગ્રેસમાં નવું પ્રસ્તાવિત બીલ આ દરેક કર્મચારીઓને આઇટી ક્ષેત્રની જેમ અસર કરનાર છે. પૂના. બેંગ્લોર અને ગુરગ્રામ સહિત અલગ અલગ શહેરોમાં આ આઇટી કંપનીઓના ડેવલોપમેન્ટ લેન્ટર્સ છે, એમને પણ આની અસર ભોગવવી પડે છે.

visit: http://sambhaavnews.com/

You might also like