ફરી એક વખત ટ્રમ્પ જાહેરમાં ભોંઠા પડ્યા, ફસ્ટ લેડીએ ન પકડ્યો હાથ

રોમઃ અમેરિકાની ફર્સ્ટ લેડીના કારણે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એક વખત ભોંઠા પડ્યા. ફ્લાઇટમાંથી નીચે ઉતરતી વખતે ટ્રંપે અમેરિકાના ફર્સ્ટ લેડી મિલેનિયાનો હાથ પડકવા હાથ ફેલાવ્યો. પરંતુ હાથ પકડવાની જગ્યાએ મિલેનિયા પોતાના વાળ સરખા કરી રહ્યાં હતા. જે ઘટના કેમેરામાં કેદ થઇ ગઇ છે.

અમેરિકાનું આ ફર્સ્ટ કપલ હમણાં જ રોમમાં લેન્ડ થયું છે પ્રેસિડેન્ટ ટ્રમ્પે મિલેનિયાનો હાથ પકડવાની કોશિશ કરી, તો ફર્સ્ટ લેડીએ કાન પાછળ વાળની લટ લઇ જવા માટે હાથને પાછળ કરી દીધો અને ટ્રમ્પ ફરી એક વખત ભોંઠા પડી ગયા. જો કે તે પછી પ્રેસિડેન્ટે  મિલેનિયાની પીઠ પર હાથ મુકી દીધો.

આવી જ રીતની બીજી એક ઘટના પણ આજ પ્રવાસ દરમ્યાન થઇ હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ઈઝરાયેલના બેન ગુરિયન એરપોર્ટ પહોંચ્યા હતા. જ્યાં તેમને આવકારવા માટે ઈઝરાયેલના રાષ્ટ્રપતિ બેન્જામિન નેતનયાજી તથા તેમના પત્ની સારા તેમને આવકારવા માટે એરપોર્ટ પર પહોંચ્યા હતા. સારા, બેન્જામિન અને ડોનાલ્ડ રેડ કાર્પેટ પર ચાલી રહ્યાં હતાં, મિલેનિયા થોડાં પાછળ રહી ગયા હતા. ડોનાલ્ડે તેમનો ડાબો હાથ પાછળ કરીને મિલેનિયાને સાથે આવવા ઈશારો કર્યો હતો. પરંતુ મિલેનિયાએ ડોનાલ્ડના હાથ પર ટપલી મારીને પકડવાનો ઇન્કાર કરી દીધો હતો. સમગ્ર વર્લ્ડ મીડિયાની હાજરીમાં આ ઘટનાક્રમ ઘટ્યો હતો.

http://sambhaavnews.com/

 

You might also like