એક નો બોલ ફેંકવાથી હું વિલન નથી બની જતો : અશ્વિન

મુંબઇ : ભારતીય ટીમનાં સ્ટાર બોલર આર. અશ્વિને ટી-20 વર્લ્ડ કપની સેમીફાઇનલમાં વેસ્ટઇન્ડિઝની વિરુદ્ધ મેચ દરમિયાન નો બોલ ફેંક્યા હતા. જેનાં કારણે લોકોએ અશ્વિન પર નિશાન સાધવાનું ચાલુ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ સેમીફાઇનલમાં હારીને વર્લ્ડ કપની બહાર ફેંકાઇ ગઇ હતી. અશ્વિને પોતાને ટાર્ગેટ કરવામાં આવતો હોવા અંગે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે એક નો બોલ ફેંકવાથી મને વિલન ન બનાવવામાં આવવો જોઇએ.

અશ્વિને એક નો બોલ ફેંક્યો હતો જેનાં કારણે મેન ઓફ ધ મેચ લેંડન સિમન્સને જીવનદાન મળ્યું હતું. સિમન્સની આક્રમક બેટિંગની મદદથી વેસ્ટઇન્ડિઝે પોતાનું 193 રનનું લક્ષ્ય પાર કર્યું હતું. અશ્વિન આઇપીએલ ફ્રેન્ચાઇજી પુણે સુપર જોઇન્ટ્સની તરફ રમી રહ્યો છે. અશ્વિન તે દિવસે જ્યારે હું ઘરે પહોંચ્યો તે મારા કુતરાને લૂ લાગી ગઇ હતી. તેનાં કારણે મને ખ્યાલ આવ્યો કે શું વધારે મહત્વપુર્ણ છે. ત્યારનાં 3 દિવસ સુધી મે છાપુ જ નહોતુ વાંચ્યું.મે નથી વાંચ્યું કે લોકો મારા વિશે શું વિચારી રહ્યા છે.

કેટલાક સારા પત્રકારો અને જાણકારોએ કહ્યું કે મે વર્ષોથી નો બોલ નહોતો ફેંક્યો પણ તે દિવસે ફેંક્યો. આ નો બોલનાં કારણે હું વિલન બની ગયો. જો એવી ધારણાઓ હોય તો મને નથી ખબર કે મારે તેનો જવાબ કઇ રીતે આપવો જોઇએ.જ્યારે અશ્વિનને પુછવામાં આવ્યું કે ભેજયુક્ત વાતાવરણમાં બોલિંગ કરવી કેવું લાગે છે ત્યારે તેણે કહ્યું કે જ્યારે ભેજયુક્ત વાતાવરણ હતું મે બોલિંગ નહોતી કરી.મને નથી ખબર કે તે સમયે કેવું લાગ્યું હશે. અશ્વિને કહ્યું કે હું પત્રકારોને દોષીત નથી કહેતો પરંતુ આપ લોકોએ જવાબદારીપુર્વક લખવું જોઇએ.

You might also like