શું તમે પણ આવું જ કરો છો, તો તમારું લગ્નજીવન પણ ખતરામાં છે

શું તમારા પાર્ટનર સાથે પૈસાને લઈને તમારી દલીલો થાય છે? શું નવી અને વધુ સારી ચીજો વસાવવા બાબતે પતિ પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થાય છે? એકબીજા પાસે તમે મોંઘી ગિફ્ટ્સ કે ખર્ચાળ સરપ્રાઈઝની અપેક્ષા રાખતા આવ્યા છો? તો ચેતો, તમારા લગ્નસંબંધને ગ્રહણ લાગી શકે છે.

અમેરિકાના પ્રોફેસરોનું કહેવું છે કે,  ભૌતિકવાદ, પૈસા અને માલમિલકતની બાબતોને જ્યારે પતિ પત્ની વધુ મહત્ત્વ આપે ત્યારે તેમના અંગત સંબંધોમાં પણ તિરાડ પડી શકે છે. ઓહાયોના પ્રોફેસરોનું કહેવું છે કે જ્યારે સંબંધોમાં ચીજોને વધુ મહત્ત્વ આપવામાં આવે ત્યારે ઈન્ટિમસીમાં ટાડો થાય છે, અંગત અંતર વધે છે અને લગ્ન જીવનમાં સંતુષ્ટિની અનુભૂતિમાં
ઘટાડો થાય છે.

જ્યારે કોઈ વ્યક્તિને ચીજો પ્રત્યે વધુ લગાવ હોય ત્યારે તેનો સંબંધોને સાચવવાનો અભિગમ નથી રહેતો. ચીજો પ્રત્યેની ઝેસિવનેસ વધતાં વ્યક્તિ હેપિનેસની શોધ પણ એમાંથી જ કરે છે જેને કારણે સંબંધો પ્રત્યે બેદરકારી વધે છે.

You might also like