ઘરેલુ હિંસાના આરોપમાં શીલા દીક્ષિતના જમાઈની ધરપકડ

નવી દિલ્હી: દિલ્હીનાં પૂર્વ મુખ્યપ્રધાન શીલા દીક્ષિતના જમાઈ ઈમરાનની ઘરેલુ હિંસાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઈમરાનની બે દિવસ પહેલા બેંગલુરુમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તેની પત્ની લતિકાએ થોડા દિવસ પહેલા બારાબંગા પોલીસ મથકમાં ઘરેલુ હિંસા અંગે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે તે એને તેનો પતિ ૧૦ વર્ષથી અલગ રહે છે.

દિલ્હી પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે આ કેસમાં તપાસ કરાયા બાદ અમે ઈમરાનની ગત શુક્રવારે ધરપકડ કરી હતી. અને તેને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લઈને દિલ્હી લાવવામાં આવ્યો છે. પોલીસ છેલ્લા કેટલાક દિવસથી ઈમરાનની તપાસ કરી રહી હતી. તે બેંગલુરુમાં ભાડાના મકાનમાં રહેતો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે લતિકા દિલ્હીના ત્રણ વખત મુખ્યપ્રધાન રહેલાં શીલા દીક્ષિતની પુત્રી છે. અને કોંગ્રેસે આગામી વર્ષે યુપીમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યપ્રધાનના ઉમેદવાર તરીકે જાહેર કર્યાં છે.

You might also like