સપ્તાહમાં ડોલર સામે રૂપિયો એક ટકાથી વધુ તૂટ્યો

અમદાવાદ: ડોલર સામે રૂપિયામાં સપ્તાહ દરમિયાન મોટાં ગાબડાં પડેલાં જોવા મળ્યાં છે. ગઇ કાલે ડોલર સામે રૂપિયો ૬૮ની સપાટી ક્રોસ કરીને ૬૮.૧૩ની સપાટીએ બંધ થયેલો જોવા મળ્યો હતો. ડોલરમાં જોવા મળેલી નરમાઇના પગલે આયાતકારોમાં ચિંતા જોવા મળી રહી છે. સપ્તાહ દરમિયાન ડોલર સામે રૂપિયો ૧.૩૦ ટકા તૂટ્યો હતો.

ફોરેક્સ બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક બજારમાં ડોલર ઇન્ડેક્સમાં જોવા મળેલી નરમાઇ તો બીજી બાજુ સ્થાનિક બજારમાં પણ ડોલરની વધતી માગની અસરે રૂપિયામાં નરમાઇની ચાલ જોવા મળી છે. જાણકારોના જણાવ્યા પ્રમાણે સેન્ટિમેન્ટ જોતાં આગામી એકથી બે સપ્તાહમાં ડોલર સામે રૂપિયો ૬૮.૫૦થી ૬૯ની સપાટીની વચ્ચે પણ જોવાઇ શકે છે.

જો આવું બને તો શેરબજારમાં આગામી સપ્તાહમાં પ્રેશર વધી શકે છે એટલું જ નહીં આયાતકારો હવે વધુ મુશ્કેલીમાં મુકાઇ શકે છે. ખાસ કરીને ક્રૂડ અને સોના તથા ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓની આયાત કરતા વેપારીઓ પર સીધી નકારાત્મક અસર પડી શકે છે.

You might also like