સપ્તાહને અંતે રૂપિયાનો ઘટાડો અટકતાં રાહત

અમદાવાદ: ગઈ કાલે છેલ્લે ડોલર સામે રૂપિયો ૬૮.૧૯ની સપાટીએ બંધ થયો હતો. સપ્તાહ દરમિયાન રૂપિયામાં ૦.૩૯ ટકાનો સુધારો નોંધાતો જોવા મળ્યો હતો. ચાલુ સપ્તાહે રૂપિયામાં જોવા મળેલો ઘટાડો અટકતાં આયાતકારોમાં રાહત જોવા મળી હતી. નોંધનીય છે કે પાછલા સપ્તાહે ડોલર સામે રૂપિયો ૬૮.૪૬ની સપાટીએ બંધ જોવાયો હતો.

ફોરેક્સ બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે આગામી સપ્તાહે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી બેઠક છે. આરબીઆઈની નોટબંધીની જાહેરાત બાદ આ પ્રથમ નાણાકીય નીતિ સમીક્ષા બેઠક છે. આરબીઆઈના નિર્ણયોની આગામી દિવસોમાં રૂપિયાની વધ-ઘટ ઉપર અસર જોવા મળશે. બજારની નજર તેના ઉપર રહેશે.
http://sambhaavnews.com/

You might also like