સપ્તાહ દરમિયાન રૂપિયો ૦.૮૦ ટકા તૂટ્યો

અમદાવાદ: અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી અને ત્યાર બાદ આવેલા પરિણામના પગલે ડોલર સામે રૂપિયામાં પણ ભારે અફરાતફરી જોવા મળી હતી. ગઇ કાલે છેલ્લે રૂપિયો ૬૭ની સપાટી ક્રોસ કરી ૬૭.૨૫ની સપાટીએ બંધ થયેલો જોવાયો હતો. આમ, સપ્તાહ દરમિયાન ડોલર સામે રૂપિયામાં ૦.૮૦ ટકાનો ઘટાડો નોંધાયો હતો.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલર ઇન્ડેક્સ મજબૂત થવાની સાથેસાથે સ્થાનિક બજારમાં પણ ડોલરની માગમાં ઉછાળો નોંધાયો હતો. રૂ. ૫૦૦ અને ૧,૦૦૦ની નોટ ચલણમાંથી બંધ કરાતાં ડોલરની સામાન્ય દિવસોમાં જે માગ જોવા મળે છે તેના કરતાં વધુ માગ જોવા મળી છે.

You might also like