સપ્તાહમાં ડોલર સામે રૂપિયો ૧૫ પૈસા મજબૂત થયો

અમદાવાદ: ગઇ કાલે દિવસના અંતે ડોલર સામે રૂપિયો છેલ્લે ૬૬.૭૦ની સપાટીએ બંધ જોવાયો હતો. સપ્તાહભરની ચાલ જોઇએ તો એક સપ્તાહમાં રૂપિયો નવ પૈસા મજબૂત જોવા મળ્યો હતો. ફોરેક્સ બજારના જાણકારના જણાવ્યા પ્રમાણે આગામી સપ્તાહે અમેરિકાની ચૂંટણી છે ત્યારે શેરબજારની સાથેસાથે ચલણ બજારની નજર પણ તેના ઉપર ટકેલી રહેશે. જાણકારોના જણાવ્યા પ્રમાણે આગામી સપ્તાહે ડોલર સામે રૂપિયામાં મોટી વધઘટનો અભાવ જોવા મળી શકે છે. આગામી સપ્તાહે ચૂંટણી પૂર્વે ડોલર સામે રૂપિયો ૬૬.૬૦થી ૬૬.૮૦ની રેન્જમાં રૂપિયો ટ્રેડિંગમાં જોવા મળી શકે છે.

You might also like