ડોલર સામે રૂપિયો ૬૭ની સપાટીએ જોવાઈ શકે છે

અમદાવાદ: ગઇ કાલે છેલ્લે ડોલર સામે રૂપિયો ૬૬.૭૯ની સપાટીએ બંધ થયો હતો. એક સપ્તાહની ચાલ જોઇએ તો સપ્તાહમાં ડોલર સામે રૂપિયો દશ પૈસા મજબૂત જોવાયો હતો. નવેમ્બર મહિનામાં અમેરિકી રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી પૂર્વે ડોલરમાં મજબૂતાઇને પગલે રૂપિયો વધુ નરમ પડી શકે છે.બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે આગામી સપ્તાહમાં ડોલર સામે રૂપિયો ૬૭ની સપાટીએ જોવાઇ શકે છે. એચડીએફસી બેન્કના આશુતોષ રૈનાના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક બજારમાં ડોલરની મજબૂતાઇની અસર અગ્રણી દેશોની કરન્સી ઉપર જોવાઇ શકે છે. રૂપિયો પણ ૬૭ની સપાટીની નજીક જોવાઇ શકે છે. તેમણે વધુમાં જણાવ્યું કે ટૂંકા સમયગાળા માટે ડોલર સામે રૂપિયો ૬૬.૮૦થી ૬૭.૫૦ની સપાટીની રેન્જમાં જોવાઇ શકે છે.

You might also like