ડોલર સામે રૂપિયો ૧૯ પૈસા નરમ જોવાયો

અમદાવાદ: સપ્તાહ દરમિયાન ડોલર સામે રૂપિયામાં નરમાઇની ચાલ નોંધાઇ હતી. ગઇ કાલે છેલ્લે રૂપિયો ૬૪.૪૩ની સપાટીએ બંધ આવ્યો હતો. સપ્તાહ દરમિયાન ડોલર સામે રૂપિયો ૧૯ પૈસા નરમ જોવાયો હતો. નોંધનીય છે કે પાછલાં સપ્તાહે છેલ્લે રૂપિયો ૬૪.૨૪ની સપાટીએ બંધ આવ્યો હતો.

યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજના દરમાં ૦.૨૫ ટકાનો વધારો કરતાં ડોલર ઇન્ડેક્સમાં મજબૂતાઇની ચાલ જોવા મળી હતી, જેના પગલે રૂપિયામાં નરમાઇ નોંધાઇ હતી. ફોરેક્સ બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ડોલર સામે રૂપિયો આગામી દિવસોમાં ૬૪.૪૦થી ૬૪.૭૦ની સપાટીએ જોવાઇ શકે છે. આમ, ડોલર સામે રૂપિયામાં આગામી દિવસોમાં વધુ નરમાઇની ચાલ જોવાઇ શકે છે.
http://sambhaavnews.com/

You might also like