ડોલર સામે રૂપિયો ૭૦ની સપાટીએ જશે?

અમદાવાદ: ગઇ કાલે દિવસના અંતે ડોલર સામે રૂપિયો ૬૮.૪૭ની સપાટીએ બંધ થયો છે, જે ચાલુ કેલેન્ડર વર્ષમાં રૂપિયો સૌથી નીચી સપાટીએ જોવા મળી રહ્યો છે. ડોલર સામે રૂપિયામાં જે સેન્ટિમેન્ટ જોવા મળી રહ્યું છે તે જોતાં રૂપિયો ટૂંક સમયમાં ૭૦ની સપાટીએ પહોંચી જઇ શકે છે તેવો મત મોટા ભાગના એનાલિસ્ટ વ્યક્ત કરી રહ્યા છે.

સરકારમાં આર્થિક સુધારાની ધીમી ગતિએ વધતી અનિશ્ચિતતા વચ્ચે વિદેશી રોકાણકાર દેશમાંથી રોકાણ પાછું ખેંચી રહ્યા છે અને તેના કારણે રૂપિયો રોકેટ ગતિએ તૂટી રહ્યો છે. પાછલા વર્ષે રશિયા, બ્રાઝિલ જેવા ઇમર્જિંગ દેશોની કરન્સીની સરખામણીએ રૂપિયો ઘણો મજબૂત હતો, પરંતુ ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ડોલર સામે રૂપિયો ૩ા.૫ ટકા જેટલો તૂટી ગયો છે. એટલું જ નહીં રૂપિયો વધુ તૂટે તેવી શક્યતા મજબૂત છે.

જાણકારોના જણાવ્યા પ્રમાણે રૂપિયાની કિંમતમાં જે ઘટાડો થયો છે એ જોતાં એક્સપોર્ટ માર્કેટમાં ભારતીય ચીજવસ્તુઓ સસ્તી થઇ જશે. જોકે જાન્યુઆરીમાં સળંગ ૧૪મા મહિને ભારતીય નિકાસમાં ઘટાડો નોંધાયો છે.

રૂપિયો આઠ પૈસા મજબૂત ૬૮.૩૯ની સપાટીએ ખૂલ્યો
આજે શરૂઆતે ડોલર સામે રૂપિયાે આઠ પૈસા મજબૂત ૬૮.૩૯ની સપાટીએ ખૂલ્યો હતો. ગઇ કાલે રૂપિયો છેલ્લે ૬૮.૪૭ની સપાટીએ બંધ થયો હતો.

You might also like