ડોલર સામે રૂપિયો ચાર મહિનાની ઊંચી સપાટીએ

અમદાવાદ: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના નવા ગવર્નર તરીકે ઉર્જિત પટેલે પદભાર સંભાળી લીધો છે ત્યારે કામકાજના પ્રથમ દિવસે જ ડોલર સામે રૂપિયો મજબૂત ખૂલ્યો હતો. રૂપિયો ચાર મહિનાની ઊંચી સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળ્યો હતો.

આજે શરૂઆતે ડોલર સામે રૂપિયો ૩૦ પૈસા મજબૂત એટલે કે ૬૬.૫૩ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લે ડોલર સામે રૂપિયો ૬૬.૮૨ની સપાટીએ બંધ જોવા મળ્યો હતો. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ડોલરમાં મજબૂત ચાલ જોવા મળી રહી છે અને તેને કારણે સ્થાનિક બજારમાં પણ તેની અસર નોંધાતી જોવા મળી રહી છે. ડોલર સામે રૂપિયાની મજબૂતાઇના પગલે આયાતકારોમાં રાહત નોંધાતી જોવા મળી છે.

You might also like