હિંદ મહાસાગરમાં ભારતીય નૌસેના ચીનને ફરતે ગાળિયો મજબુત કરશે..

ડોકલામ મુદ્દા પર વિવાદની વચ્ચે ચીન સતત ભારતને યુદ્ધ માટેની ધમકી આપી રહ્યું છે. ભારતે મુદ્દાને વાતચીતથી ઉકેલવાની કહ્યું છે, પરંતુ ચીનને માનવામાં તૈયાર નથી. જો કે, હવે ભારતે પણ તેની તૈયારી શરૂ કરી લીધી છે. ભારત હિંદ મહાસાગરમાં શાંતિથી પોતાની તાકાત વધારી રહ્યો છે.

આવું પ્રથમ વખત થશે જ્યારે બાંગ્લાદેશ ભારતની મદદથી નેવી એક્સરસાઇઝની શરૂઆત કરી શકે છે. આ એક્સરસાઇઝ Indian Ocean Naval Symposium (IONS) હેઠળ થશે. જેની શરૂઆત ભારત દ્વારા કરવામા આવી હતી, જેની હેઠળ હિંદ મહાસાગરની સુરક્ષા મુદ્દે આજુબાજુના દેશોમાં સંકલન બેસાડી શકાય. આ એક્સરસાઇઝમાં લગભગ 12થી વધારે દેશો સમાવેશ થશે.

ભારતીય નેવી ‘સંબંધ’ કેમ્પનની શરૂઆત કરી રહી છે. તેના હેઠળ ભારત કેટલાક નાના દેશોને પોતાની સાથે લાવની તૈયારીમાં છે. જેમાં બાંગ્લાદેશ, કેન્યા, ઓમાન, તાંઝાનિયા, મલેશિયા, થાઈલેન્ડ અને વિયેતનામ જેવા કેટલાક દેશો સામેલ છે. આ સંબંધમાં કમ્પેન હેઠળ આ નાના દેશોના નૌસેનાના જવાનો પણ ભારતના INS વિક્રમાદિત્ય, INS કાલવેરી જેવા વિમાનચાલક જહાજો પર પણ તાલીમ લઇ શકે છે. ભારત પણ આ દેશોની નૌસેનાની મદદ લઇ શકે છે.

You might also like