આમ કરવાથી તમારો મોબાઇલ થશે ઝડપથી ચાર્જ

હવે મોબાઈલ ફોનને ફુલ ચાર્જ કરવા એને કલાકો સુધી ચાર્જર પર લગાવી રાખવો નહીં પડે, કેમ કે ઈલેક્ટ્રિક કાર બનાવનારી કંપની ટેસ્લાએ એક નવી અને બેહદ પાવરફુલ પાવરબેન્ક બનાવી છે. આ પાવરબેન્ક મોબાઈલમાં લગાવતાં એ તરત જ ફુલ ચાર્જ કરી દેવાની ક્ષમતા ધરાવે છે. આ પાવરબેન્ક એન્ડ્રોઈડ અને આઈફોન સહિત તમામ પ્રકારના મોબાઈલ ફોન ચાર્જ કરે છે.

આ પાવરબેન્કની કિંમત ૪૫ ડોલર એટલે કે અંદાજે ૨૯૦૦ રૂપિયા છે. ટેસ્લા પાવરબેન્ક સાથે USB, માઈક્રો USB અને એપલ લાઈટનિંગ કનેકશન આવે છે. ટેકનિકલ સ્પેસિફિકેશનની વાત કરીએ તો ટેસ્લાની આ પાવરબેન્ક અન્ય પાવરબેન્ક કરતાં જુદી નથી તેમ છતાં એના કરતાં ઘણી સારી છે. એ ઘણી સ્લિમ અને કોમ્પેક્ટ હોવાથી આસાનીથી એક સ્થળેથી બીજા સ્થળે લઈ જઈ શકાય છે.

You might also like