પાર્ટનર સાથે સેક્સ નહીં એક્સરસાઇઝ પણ કરો, થશે આ ફાયદા

જો તમે તમારા પાર્ટનર બંને ફીટ રહેવા માંગતા હોવ તો સેક્સ સાથે એક્સરસાઇઝ પણ એટલી જ જરૂરી છે. આમ કરવાથી તમને તમારા પાર્ટનર સાથે સમય વિતાવવાની તક પણ પ્રાપ્ત થશે. પાર્ટનર સાથે વર્કઆઉટ કરવાના અનેક ફાયદા છે.

પાર્ટનર સાથે સવારે ઉઠીને વોકિંગ કરવાથી સારી શરૂઆત થયા છે. ઘરથી નજીક કોઇ ગાર્ડન હોય તેમાં નિયમિત વોકિંગ કરવા જવું જોઇએ. જો તમે લાંબા સમયથી એકલાજ વર્કઆઉટ કરી રહ્યાં હોય અને હવે પાર્ટનર તમારી સાથે જોડાય તો તમે તેની સાથે તમારો અનુભવ શેર કરી શકો છો. એક્સરસાઇઝ કરવાની રીત બતાવવાથી તે તમારી વધારે નજીક આવી જશે.

જેવી રીતે કપલ ડેટ પર કે ફિલ્મ જોવા જાવ છો તેવી જ રીતે એક્સરસાઇઝ પણ કરવી જોઇએ. જેથી એકબીજાની વધારે નજીક આવી શકાય છે. સાથે એક્સરસાઇઝ કરવાથી તમે એક પર્સનલ ટ્રેનર પણ હાયર કરી શકો છો. જોડે એક્સરસાઇઝ કરવાથી તમે હંમેશા મોટીવેટેડ રહો છો. કોઇ દિવસ તમને વર્કઆઉટ કરવાનું મન ન થાય પણ પાર્ટનર સાથે હોય તો તમે ચોક્કસથી એક્સરસાઇઝ કરવા જશો અને તમારી હેલ્થ પણ જળવાઇ રહેશે.

http://sambhaavnews.com/

 

You might also like