કુતરા સાથે અઘટીત કરી રહેલ વ્યક્તિનો વીડિયો વાઇરલ

કોચ્ચિ : કેરળમાં એક વ્યક્તિ પર કુતરા પર રેપનો આરોપ લાગ્યો છે. જાનવરોનાં અધિકારોનાં માટે કમ કરતી એક સંસ્થાએ વોટ્સ એપ પર તેનો વીડિયો સામે આવ્યા બાદ આ આરોપ લગાવ્યો છે. હ્યૂમન સોસાયટી ઇન્ટરનેશનલ ઇન્ડિયા નામની સંસ્થાએ આરોપીની માહિતી આપનાર વ્યક્તિને 1 લાખ રૂપિયાનાં ઇનામની જાહેરાત કરી હતી. સંસ્થા અનુસાર અત્યાર સુધીતે ખ્યાલ નથી આવી શક્યો કે ઘટનાં ક્યાંની છે અને કુતરો ક્યાં ગયો ? એવુ માનવામાં આવી રહ્યું છે કે ઘટનાં કેરળનાં કોઇ ભાગની હોઇ શકે છે. કારણ કે વીડિયોમાં આરોપી મલયાલમ ભાષા બોલી રહ્યો છે.
સંસ્થાએ કેરળનાં ડીજીપીને ફરિયાદ કરી છે. તેમને આ મુદ્દે તપાસ કરવા માટેનો આગ્રહ કર્યો છે. સાથે સાથે તેઓએ આ આરોપીને પકડી પાડવા માટે પોલીસને સુચનાં આપવા માટે જણાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ સુરતમાં પણ આ પ્રકારનો વીડિયો સામે આવી ચુક્યો છે.

You might also like