મહિલા પર એવું તો શું પડ્યું કે તે થઈ બેભાન,જુઓ VIDEO

ચીનનો એક ભયાનક વીડિયો વાયરલ થઈ રહ્યો છે,મહિલા જ્યારે રસ્તા પરથી પસાર થઈ રહી હતી ત્યારે જ ઉપરથી કૂતરું પડ્યું અને તે મહિલા પર પડ્યું,ત્યારબાદ મહિલા બેભાન થઈ ગઈ. આટલુ જ નહી તે મહિલાની ગરદનમાં 3 ફ્રેક્ચર પણ થઈ ગયા,ચીનના ગુઆંનજુના બાયુનમાં સરવિલાયંસ કેમેરામાં આ video કેદ થયો હતો.


એક મહિલા પોતાના નાના બાળકને લઈને રસ્તો પસાર કરી રહી હતી.ત્યારે અચાનક એક કૂતરું બિલ્ડિંગ પરથી તેના માથા પર પડ્યું. તે જ વખતે મહિલા બેભાન થઈ ગઈ અને કૂતરું ત્યાંથી ભાગી ગયુ. એક અહેવાલ પ્રમાણે મહિલા પર જ્યારે કૂતરું પડ્યું ત્યારે ક્લિનિક પાસે જ હતુ,જ્યાથી એક ડોક્ટર તેમને બચાવવા આવી પહોંચ્યો અને તે મહિલાને ક્લિનિક લઈ ગયો.જે બાદ તે મહિલાને હોસ્પીટલમાં ભર્તી કરવી પડી હતી જ્યા તેને 12 મિનીટ પછી તેને ભાન આવ્યુ હતુ.

You might also like