કોઇ ડ્રીમ રોલ નથી : વરુણ ધવન

મુંબઇઃ બોલિવૂડ અભિનેતા વરુણ ધવન હવે ‘ઢિશૂમ’ ફિલ્મમાં જોવા મળશે. આ એક એકશન ડ્રામા ફિલ્મ છે. રોહિત શેટ્ટી ફિલ્મનું નિર્દેશન કરી રહ્યો છે. ફિલ્મના નિર્માતા સાજિદ નડિયાદવાલા છે. આ ફિલ્મમાં તેે સાથે જ્હોન અબ્રાહમ અને જેકલિન ફર્નાન્ડીસ છે. જ્હોન સાથે કામ કરવાના અનુભવ અંગે વાત કરતાં તે કહે છે કે જ્હોન જેવા સિનિયર સાથે કામ કરવાનો અનુભવ અદ્ભુત રહ્યો. હું તેની એકશનને જોતો જ રહું છું. તે કોઇ બોડી ડબલ વગર જ એકશન સીન કરે છે. તે ખૂબ એર્નજેટિક વ્યક્તિ છે.
વરુણ ધવન તેના પિતા ડેવિડ ધવન સાથે પણ ફિલ્મ કરી રહ્યો છે અને કહે છે દરેક વ્યક્તિની ઇચ્છા હોય છે કે તે પોતાના પરિવારના સભ્યો સાથે હળીમળીને કામ કરે. હું પણ મારા પિતા સાથે ‘જુડવા-ર’માં કામ કરી રહ્યો છું. આ કોમેડી ઝોનરની ફિલ્મ છે. આ ફિલ્મમાં મારી સાથે શ્રદ્ધા કપૂર છે. અમે આ પહેલાં ‘એબીસીડી-૩’માં કામ કરી ચૂક્યા છીએ.
વરુણ કહે છે કે, ‘મારો કોઇ ડ્રીમ રોલ નથી. મને જે કામ મળતું રહેશે તે હું કરતો રહીશ. હું લગન અને ઇમાનદારીથી કામ કરું છું. કામ કરતાં રહેવાથી મેચ્યોરિટી વધે છે.

You might also like