ગાયના પેટમાંથી ૮૦ કિલો પોલિથીન નીકળતાં ડોક્ટર્સ પણ દંગ થઈ ગયા

પટણા, બુધવાર
બિહારમાં એક ગાયના પેટનું ઓપરેશન કરીને ૮૦ કિલો પોલિથીન વેસ્ટ કાઢવામાં આવ્યો. પટના વેટરનિટી કોલેજમાં થયેલા આ ઓપરેશને ડોકટરોને પણ હેરાન કરી દીધા. રસ્તા પર પડેલા કચરાના ઢગલામાંથી પોતાનું પેટ ભરવું રખડતાં જાનવરો કેટલું હાનિકારક છે તેનો ખ્યાલ આ બાબત પરથી આવે છેે.

છ વર્ષની ગાયના પેટને સાફ કરવામાં ત્રણ કલાકથી પણ વધુનો સમય લાગ્યો. ઓપરેશન કરનાર ડોકટર્સની ટીમને લીડ કરનારા આસિસ્ટન્ટ પ્રો.ડો.જી.ડી.સિંહે જણાવ્યું કે ગાયના પેટના ચાર ભાગમાં જમા મોટી પોલિથીનને ત્રણ કલાકમાં બહાર કાઢી શકાયું છે. સિંહે કહ્યું કે મારી પ્રોફેશનલ પ્રેક્ટિસના ૧૩ વર્ષના અનુભવનો આ પહેલો કિસ્સો છે જયાં અમે ગાયના પેટમાંથી ૮૦ કિલો પોલિથીન વેસ્ટ કાઢયો છે. ગાય હાલમાં સ્વસ્થ છે.

દ‌‌િક્ષણ પટનામાં એક ગૌશાળા ચલાવનાર ગાયના માલિક દીપકકુમારે જણાવ્યું કે ગાય છેલ્લા કેટલાક દિવસથી યોગ્ય રીતે જમતી નહોતી. કુમારે કહ્યું કે ગાયને અમે ખુલ્લામાં ચરવા છોડી દેતા હતા. જ્યારે ગાયે સંપૂર્ણ રીતે ખાવાનું છોડી દીધું તો અમે તેને અહીં લઇને આવી ગયા. ડો.સિંહનું કહેવું છે કે ગાયને શહેરોમાં ખુલ્લામાં ચરવા માટે ન છોડવી જોઇએ. લોકોએ પણ રસ્તા ખાવાની વસ્તુઓ પોલિથીન બેગમાં પેક કરીને ન ફેંકવી જોઇએ. તેનાથી પર્યાવરણ પર પણ ખરાબ અસર પડે છે.

ગાય ખોરાકને ગળી જાય છે અને બાદમાં તેને પાછો મોંમાં લાવીને ચાવે છે. ચાવ્યા બાદ તે ફરી ખોરાકને પેટમાં મોકલે છે. ત્યાં ચાર ચેમ્બર હોય છે. પ્લાસ્ટિક આ રીતે પેટમાં જમા થવાથી ગાય મૃત્યુ પણ પામી શકે છે.

You might also like