7મા પગારપંચની માંગ સાથે દિલ્હીના ડોક્ટર્સની હડતાળ : દર્દીઓ બેહાલ

નવી દિલ્હી : સાતમાં પગારપંચ માટે દિલ્હીની સરકાર હોસ્પિટલમાં ડોક્ટર્સ હડતાળ પર ઉતરી ગયા છે. ગુરૂવાર સવારથી જ ડોક્ટર્સ દ્વારા કામ બંદ કરી દેવામાં આવ્યું હતું. કર્મચારીઓએ તેનો ફાયદો ઉઠાવ્યો હતો. ડોક્ટર્સની સાથે સાથે હોસ્પિટલમાં ફાર્માસિસ્ટ, લેબ ટેક્નિશિયન સહિત પેરામેડિકલ સ્ટાફ પણ જોડાવાનાં બહાને ઘરભેગો થઇ ગયો હતો. તેની અસર તેવી રહી કે આખો દિવસ બેવજો માર સહન કરવો પડ્યો. ન સારવાર મળી કે ન તો દવાઓ.

એટલે સુધી કે દર્દીઓએ પોતાનાં રિપોર્ટ લેવા માટે પણ અહીં તહીંના ધક્કા ખાવા પડ્યા. પરંતુ પરિણામ કાંઇ ન આવ્યું. સ્થિતી એ છે કે દર્દીઓને જોતા જ હોસ્પિટલમાં રહેલા ગાર્ડોએ ગેટ બંધ કરવાનું ચાલુ કરી દીધું. લોકનાયક હોસ્પિટલમાં સવારે 8 વાગ્યાથી જ દર્દીઓ આવવાનાં ચાલુ થઇ ગયા હતા. પરંતુ કાઉન્ડર અને ઓપીડી વોર્ડ બંધ હોવાનાં કાણે દર્દીઓ હોલમાં જ બેસી ગયા હતા. આ લોકોને હડતાળની માહિતી નહોતી. કેટલાક દર્દીઓ તો બે દિવસ પહેલા જ સારવાર માટે આવ્યા હતા.

ડોક્ટર્સ દ્વારા આજની તારીખ આફવામાં આવી હતી. જો કે ડોક્ટર્સ કોઇ આવ્યા જ નહોતા. હાલ ડોક્ટર્સની હડતાળની અસર લોકનાયક હોસ્પિટલમાં એક દિવસ પહેલા જ જોવા મળી હતી. સેંકડોનાં પ્રમાણમાં દર્દીઓ કાઉન્ડર પર ઉભા રહ્યા. પરંતુ તેને દવાઓ પણ ન મળી શકી. બપોરે ડોઢ વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી અહીં દવાઓ ન મળી. લાંબા સમય બાદ કાઉન્ટર ખુલ્યું તો ગણ્યાગાંઠ્યા લોકોને જ દવાઓ મળી. તેનાં કારણે દર્દીઓ ગુરૂવારે સવારે ફરીથી હોસ્પિટલ પહોંચ્યા પરંતુ હડતાળે ફરી તેમને નિરાશ કર્યા.

You might also like