દિવાળી ટાણે અનિચ્છનીય બનાવમાં ડોક્ટર માત્ર એક કોલમાં થશે હાજર

અમદાવાદ: દીવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને અમદાવાદ મેડીકલ ઓસોસિએશન અને અમદાવદ ફેમિલી ફિઝિશિયન એસોસિએશનના સંયુક્ત તત્વાધાનમાં ડોક્ટર ઓન કોલ સેવા રવિવારથી પાંચ નવેમ્બર સુધી ચાલુ રહેશે. એ સમયે નજીકની હોસ્પિટલોમાં 105 હોસ્પિટલોમાં ઇમરજન્સીમાં લોકોની મદદ કરવા માટે ખુશ થયા છે.

એએમએના અધ્યક્ષ હર્ષ પટેલ અનુસાર દીવાળીના તહેવાર દરમિયાન અનેક દવાખાનાઓમાં રજા હોય છે અને તહેવારમાં ખાવા પીવા અને ફટાકડાના કારણે ઇમરજન્સી આવી શકે છે. છેલ્લા છ વર્ષોથી આ એસોસિઓશન તરફથી આવું આયોજન કરવામાં આવે છે.

આ વખત ઇણરજન્સી સેવા 108 પણ પોતાની રીતે આ આયોજનમાં ભાગ લીધો છે. ગત વર્ષે ડોક્ટર ઓન કોલ નો 600 લોકોને લાભ મળ્યો હતો. સેવા આપનારા ડોક્ટરર્સની યાદી તૈયાર કરવામાં આવી છે. એએફપીએના અધ્યક્ષ ધીરેન મહેતાએ જણાવ્યું છે કે આ સમયે તત્કાલમાં ડોક્ટર ઓન કોલ પર માર્ગદર્શન આપવામાં આવશે. એમના અનુસાર ઇમરજન્સી દરમિયાન મફત માર્ગદર્શન આફશે અને જરૂર પડશે તો નજીકના દવાખાનામાં જવાની સલાહ પણ આપશે. અન્ય સેવાઓ જેમ કે પેથોલિજી સેવા વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ઇમરજન્સી આવવા પર આ ડોક્ટર્સને કરી શકશો ફોન

આમ તો આ સેવા માટે 100થી વધારે દવાખાના સેવા આપશે. ઇમરજન્સી સંબંધિત આ હેલ્પલાઇનો પર 30 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી સંપર્ક કરી શકશો. ડોક્ટર્સ બીમારીના લક્ષણોના આધાર પર ફોનથી માર્ગદર્શન આપી શકશે અને જરૂર પડશે તો સંબંધિત ફરિયાદનો હલ નિકળી શકશે એવા ડોક્ટર પાસે મોકલશે.

તમારા ઝોન પ્રમાણે ડોક્ટરનું નામ, ડિગ્રી અને મોબાઇલ નંબર

ડો. ભાવેશ પટેલ – કન્સલ્ટિંગ ફિઝિશિયન- હેલ્પલાઇન 9328893802 – સાબરમતી
ડો. વચ્છરાજાની- ફેમિલી ફિઝીશિયન 9825086839- નવરંગપુરા
ડો. એમ.એન શેલત- મેડિસિન હેલ્પલાઇન 9825395591- ચાંદખેડા
ડો. ધીરેન મહેતા- મેડિસિન હેલ્પલાઇન 9898854158- બાપુનગર
ડો. દીક્ષિત અભય- મેડિસિન હેલ્પલાઇન 9327018200- મણિનગર
ડો. અશ્વિન શાહ- મેડિસિન હેલ્પલાઇન 9824038816- અમરાઇવાડી
ડો. કૌશિક શાહ- સર્જિકલ હેલ્પલાઇન 9824044690- સાબરમતી
ડો. ગાંધી. કે. આર.- સર્જિકલ હેલ્પલાઇન 9824162365- નારણપુરા
ડો. રજિતા શાશ્વત- ગાઇનેક હેલ્પલાઇન 9909944160- નવરંગપુરા
ડો. જિગ્નેશ શાહ- ગાઇનેક હેલ્પલાઇન 9327014487- નવા વાડજ
ડો. પટલા અશીષ- આઇ હેલ્પલાઇન 9825254141- નારણપુરા
ડો. શાહ જિગ્નેશ- આઇ હેલ્પલાઇન 9825298258- મણિનગર
ડો. નેવિક ગજેરા- ઓર્થોપેડિક 9624704703- બોપલ
ડો. ઉમેશ ઉપાધ્યાય- ચાઇલ્ડ હેલ્પલાઇન 9825576895- સેટેલાઇટ
ડો. કલ્પેશ દેસાઇ- ઓર્થોપેડિક હેલ્પલાઇન 9824047841- નારણપુરા

You might also like