સુરતમાં તબીબોએ નેશનલ કમિશનનો વિરોધ સાયકલ રેલી દ્વારા કર્યો

દેશભરમાં તબીબો દ્વારા નેશનલ કમિશન બિલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે સુરતના તબીબોએ પણ અનોખી રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો છે. સુરતમાં તબીબોએ સાયકલ રેલી સાથે બેનરો લઈને બિલનો વિરોધ કર્યો છે.

આ દરમિયાન મોટી સંખ્યામાં ડોક્ટરો રેલીમાં જોડાયા હતા. મેડિકલ એસોસિએશનના નેતૃત્વ હેઠળ આ રેલીનુ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે હવે ડોક્ટરો દ્વારા રાત્રે ડોક્ટર રવિ સાથે મીટિંગ કરવામાં આવશે. ત્યાર બાદ 25 માર્ચના રોજ 30થી 35 હજાર ડોક્ટરો રેલી કરશે અને આ બિલનો વિરોધ કરશે.

You might also like