સુરતની નવી સિવિલ હૉસ્પિટલમાં તબીબો ફરીથી હડતાળ પર ઉતર્યાં

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબો ફરીથી હડતાળ પર ઉતર્યાં છે. એક દર્દી મૃતકના સગાએ તબીબ પર હુમલો કરતા ડોકટર્સં દ્વારા હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. છેલ્લા છ મહિનામાં ચોથી વખત તબીબો પર આ રીતે હુમલો થતાં તબીબો હડતાળ ઉપર ઉતર્યા છે.

તબીબોએ હડતાળ પર ઉતરવાની સાથે સાથે હોસ્પિટલમાં CCTV અને સેન્ટ્રલ એલાર્મ સિસ્ટમ લગાવવાની માગણી કરી છે. ઉપરાંત ડૉક્ટરોએ રાઉન્ડ ધ કલોક પોલીસ પેટ્રોલિંગ કરતી રહે તેવી પણ અપીલ કરી છે. જેથી તેમને સુરક્ષા મળી શકે.

ઉલ્લેખનીય છે કે સુરતની નવી સિવિલ કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે જ છે. થોડા સમય પહેલા જ્યારે રાજ્યમાં સ્વાઈન ફ્લૂનો કહેર વ્યાપી ગયો હતો, ત્યારે પણ સુરતની નવી સિવિલમાં ગંદકીના થર જોવા મળી રહ્યા હતા. જેનો સ્થાનિકોએ અને દર્દીના પરિવારજનોએ વિરોધ કર્યો હતો.

તેની પહેલા એક સફાઈ કામદારનું સિવિલમાં જ શંકાસ્પદ મોત થઈ ગયું હતું, તેવો તેના પરિવારજનોએ તબીબો પર આરોપ લગાવ્યો હતો. તબીબોએ તે કામદારની લાશ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી હોવાનો પણ પરિવારજનોએ આરોપ મૂક્યો હતો.

You might also like