OMG! પેટમાંથી જીવાણુ નહી નીકળી 122 ખિલ્લી અને કાંચના ટુકડા

લોકોના પેટમાં જીવાણુ થઇ જતા હોય તેવુ વારંવાર જોવા મળે છે પરંતુ કોઇના પેટમાં ખીલ્લી અને કાંચના ટુકડા હોય તે આશ્ચર્ય કરે તેવી વાત છે. આ અજીબ ઘટના થઇ છે અદીસ અબાબામાં જ્યાં સેટ પીટર્સ સ્પેશ્યિલ હોસ્પિટલના ઇથોપિયા તબીબોએ એક દર્દીના પેટમાંથી 100થી વધારે ખીલ્લી અને બીજી ધારદાર વસ્તુઓ બહાર કાઢી હતી.

હોસ્પિટલમાંથી મળતાં એક અહેવાલ મુજબ 33 વર્ષના એક માનસિક દર્દીના પેટમાંથી અંદાજે 122 કિલો જેમા કેટલીક લગભગ 10 સેમી સુધી લાંબી હતી, ચાર પિન, એક ટૂથપિક અને તૂટેલા ગ્લાસના કાચના ટુકડા બહાર કાઢવામાં આવ્યાં. એક અનુમાન મુજબ આ વસ્તુઓ દર્દીએ જાતે જ ખાધી હતી.

અંદાજે અઢી કલાક સુધી આ દર્દીનું ચાલેલું ઓપરેશન બાદ તબીબોએ કહ્યું કે દર્દી છેલ્લા 10 વર્ષથી કોઇ માનસિક રોગથી પીડાય છે. જેના કારણે તેને છેલ્લા બે વર્ષથી દવા લેવાનું પણ છોડી દીધું હતું. તબીબોનું માનવું છે કે તેણે આ વસ્તુઓ પાણી સાથે લીધી હશે.

જો કે આશ્ચર્યની વાત એ હતી કે આટલી બધી માત્રામાં આ વસ્તુઓએ પેટમાં કોઇ ઇજા નહોતી પહોંચાડી. જ્યારે એ વાતનો સંપૂર્ણ ભય હતો કે આ કારણે તેના પેટમાં જબરજસ્ત ચેપ લાગી શકત જેના કારણે તેનો જીવ પણ જઇ શકત. જો કે આ શખ્સની સ્થિતિને જોઇને તબીબ પણ હેરાન હતા , તેમનું કહેવાનું છે કે આ પ્રકારના ઘણા કેસ જોવા મળ્યા હતા પરંતુ આ સૌથી ખતરનાક હતો.

You might also like