રેકોર્ડ માટે ડોક્ટરે ૬૯ કલાક યોગ કર્યા

નવી દિલ્હી: સમગ્ર દુનિયાઅે યોગ દિવસની રંગેચંગે ઉજવણી કરી ત્યારે કોઈમતુરના ૪૫ વર્ષના ડોક્ટર વી. ગુણશેખરને ૬૯ કલાક સુધી સતત યોગ કરીને રેકોર્ડ બનાવ્યો છે. શનિવારે ૧૮ના રોજ સાંજે પાંચ વાગે યોગાસનો શરૂ કર્યા હતા. તેમનો હેતુ અે હતો કે ગ્રીનિસ બુક અોફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવું. તેમણે સળંગ ૬૯ કલાકના યોગ મેરેથોન દરમિયાન દર કલાકે માત્ર પાંચ મિનિટનો વિરામ લીધો. અા વિરામ દરમિયાન તેમણે ફળો ખાદ્યા અને કુલ ૨૦૦ અાસન કરી બતાવ્યા.

You might also like