ડોક્ટરોઅે નવી જીભ લગાવી, ૧૩ કલાકની સર્જરી બાદ સફળતા મળી

નવી દિલ્હી: પગના ભાગમાંથી માંસ લઈને ડોક્ટરોને નવી જીભ બનાવવામાં સફળતા મળી છે. માઉથ કેન્સર સાથે લડી રહેલા એક યુવકનો જીવ બચાવવા માટે ડોક્ટરોઅે તેના જડબાને તો બચાવ્યું, સાથે-સાથે રિકન્સ્ટ્ર‌િક્ટવ સર્જરીની મદદથી જીભ બનાવવામાં પણ સફળતા મળી.

કેન્સરના કારણે દર્દી દર્દથી ખૂબ જ પરેશાન રહેતો હતો. તે લિકવિડ પણ લઈ શકતો ન હતો, પરંતુ સર્જરી બાદ તે લિકવિડ ડાયટ પર છે અને બોલી પણ રહ્યો છે. સર્જરી કરનારા ડોક્ટરોનું કહેવું છે કે અા એક દુર્લભ ઘટના છે. ૧૩ કલાક સુધી ચાલેલી અા સર્જરીમાં દર્દીનું જડબું બચાવવામાં સફળતા મળી અને નવી જીભ બનાવીને ઇમ્પ્લાન્ટ પણ કરવામાં અાવ્યું.

ફરીદાબાદના અોન્કોલોજી સર્જન ડો. નીતિન સિંઘલે જણાવ્યું કે દર્દીને ગુટખાના વ્યસનના લીધે કેન્સર થયું હતું. તેણે ઘણી જગ્યાઅે પોતાનો ઇલાજ કરાવ્યો. તમામ જગ્યાઅે તેને ઇલાજ માટે સર્જરીની સલાહ અાપવામાં અાવી, પરંતુ સાથે-સાથે એમ પણ કહેવાયું કે તેનું જડબું કાઢી નાખવું પડશે, જેના કારણે દર્દીને પોતાનો ચહેરો વાંકો થઈ જવાનો ડર બેસી ગયો. તેથી તેણે સર્જરીનો ઇન્કાર કર્યો.

ડોક્ટર સિંઘલે કહ્યું કે જ્યારે અા દર્દી અમારી હોસ્પિટલમાં અાવ્યો તો તપાસમાં અમે જાણ્યું કે તેની અાખી જીભથી લઈને જડબાનાં હાડકાં સુધી કેન્સર ફેલાઈ ચૂક્યું હતું. ડોક્ટર સિંઘલે કહ્યું કે અમે દર્દીને વિશ્વાસ અપાવ્યો કે તેનો ચહેરો વાંકો નહીં થાય અને તેને દર્દમાંથી પણ રાહત મળશે.

દર્દીની હાલત અત્યંત ખરાબ હતી. છેલ્લા દોઢ-બે મહિનાથી તેને બોલવામાં પણ તકલીફ પડતી હતી. તે ખાઈ-પી શકતો પણ ન હતો. અમે સર્જરીનું પ્લાનિંગ કર્યું અને જીભ કાઢીને નવી જીભ બનાવીને ઇમ્પ્લાન્ટ કરવાનો નિર્ણય લીધો.

ડોક્ટરે કહ્યું કે અમે સર્જરીમાં તેનું જડબું બચાવવામાં સફળ રહ્યા, કેમ કે જડબાનો ઉપરનો ભાગ ખરાબ હતો. નીચેના ભાગમાં હજુ ઇન્ફેક્શન પહોંચ્યું ન હતું. એક જ સાથે અમે કેન્સરના ટિશ્યૂ કાઢી શક્યા. જીભ કાઢ્યા બાદ પ્લા‌િસ્ટક સર્જન ડોક્ટર સુરેન્દ્ર ચાવલાઅે દર્દીની જાંઘના ભાગમાંથી એન્ટ્રોલેટરલ થાઈ ફ્લેપમાંથી માંસનો ટુકડો કાઢીને જીભનો શેપ અાપ્યો અને ગળાની બ્લડવેસલ સાથે જોડી દીધો, જોકે અા જીભ નેચરલ જીભની જેમ કામ નહીં કરે, પરંતુ દર્દીને બોલવામાં મદદ મળશે. દર્દી સોલિડ ફૂડ પણ ખાઈ શકશે. તે કુદરતી જીભની જેમ મૂવ પણ નહીં થઈ શકે, પરંતુ થોડા સમયમાં શરીર અા જીભને પણ સ્વીકારી લેશે અને દર્દીને સરળતા રહેશે.
visit : www.sambhaavnews.com

You might also like