કચ્છની સરકારી હોસ્પિટલમાં તબીબે મહિલા સાથે અડપલા કરતા ચકચાર

અમદાવાદ : નલિયાકાંડના પડઘા હજુ શમ્યા નથી. ત્યાં કચ્છમાં જ દુષ્કર્મના વધુ એક પ્રયાસની ઘટના સામે આવી છે. સરકારી હોસ્પિટલના તબીબે સગર્ભા મહિલા સાથે અડપલા કરવાનો પ્રયાસ કર્યો છે. સમગ્ર મામલો દયાપર પોલીસ સ્ટેશને પહોંચી ગયો છે અને સાથે સાથે વિરોધ કરવા માટે લોકો પણ પોલીસ સ્ટેશને પહોંચી ગયા છે. હાલ તો પોલીસે અડપલા કરનાર તબીબની અટકાયત કરી લીધી છે.

You might also like