ડૉક્ટરના નિદાનને ખોટું પાડતો કિશોર 

મેટ્રો સિટીમાં માઈન્ડપાવર વધારવા માટેના સેમિનારોનું ચલણ વધ્યું છે ત્યારે આવા કોઈ પણ સેમિનારમાં ગયા વગર સૌરાષ્ટ્રના નાના એવા ગામના એક સામાન્ય પરિવારના એક બાળકે પોતાની ચાણક્યબુદ્ધિથી સૌને અચંબિત કરી દીધા છે. ખાંભાથી આશરે ૧પ કિમી. દૂર આવેલા નાના વિસાવદર ગામના પ્રદીપ વિપુલભાઈ પરમાર નામના બાળકની આજે આખા ગામમાં ચર્ચા છે. નવાઈની વાત તો એ છે કે આ કિશોર નાનો હતો ત્યારે એક તબક્કે સ્થાનિક ડૉક્ટરે એવું કહ્યું હતું કે આ બાળકનું નાનું મગજ કામ કરતું નથી પણ આજે કુદરતી બક્ષિસથી તે એકથી અબજોના આંકડા હજુ બોર્ડ પર લખાયા ન હોય ત્યાં તે રકમ બોલી જાય છે.

કડકડાટ ગણિતના ઘડિયાં પણ બોલી જાય છે. જન્મના થોડા સમય બાદ પ્રદીપ સતત રડતો રહેતો હતો. તેનાં માતાપિતા કહે છે કે, ર૪ કલાકમાં ર૦ કલાકથી વધુ તે રડતો હોવાથી અમે સ્થાનિક ડૉક્ટર પાસે ગયા તો તેમણે એવું નિદાન કર્યું કે આ બાળકનું નાનું મગજ કામ નથી કરતું. આ સાંભળીને અમે તો સ્તબ્ધ થઈ ગયાં. દીકરો પાંચ વર્ષનો થયો એટલે શાળામા ભણવા મૂક્યા પછી તો ચમત્કાર થયો. તેની મગજશક્તિ એટલી પાવરફુલ થઈ કે શિક્ષકો અચંબિત થઈ ગયા હતા. વર્ગશિક્ષક બોર્ડ પર કોઈ પણ રકમ લખે એટલે સેકન્ડોમાં તે આંકડો બોલી જતો હતો. વર્ગશિક્ષક પણ એવું માની રહ્યા છે કે વર્ગમાં કોઈ પણ સવાલ પૂછવામાં આવે એટલે સોૈપ્રથમ પ્રદીપનો હાથ ઊંચો થાય છે. નવ વર્ષના આ બાળકનો માઈન્ડપાવર અદ્ભુત હોવાનંુ જાણી બે ખાનગી શાળાના સંચાલકોએ તેનો ધો.૧ર સુધીનો અભ્યાસખર્ચ ઉપાડવાની તૈયારી બતાવી છે.
http://sambhaavnews.com/

You might also like