Categories: Gujarat

ડોક્ટરે દવા અાપ્યા બાદ તબિયત લથડતાં ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચેલી મહિલા બેભાન

અમદાવાદ: શહેરના રામોલ વિસ્તારમાં રૂ.૧૭ લાખની લેતી દેતી મામલે સમાધાન માટેની મીટિંગમાં ડોક્ટરે એક મહિલાને દવા આપતાં મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. ડોક્ટરે આપેલી દવા લેતાં મહિલાની તબિયત લથડી અને પોલીસ સ્ટેશનમાં જઇને તે બેભાન થઇ ગઇ હતી.જેથી પોલીસ કર્મીઓએ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી હતી. રામોલ પોલીસે ડોક્ટર અને તેનાં માતા- પિતા વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

રામોલ વિસ્તારમાં આવેલ જામફળવાડી ખાતે આવેલા સંતદેવ ટેનામેન્ટમાં રહેતા દિનેશસિંહ રામદેવસિંહે પડોશમાં રહેતા કેસરીપ્રસાદ રામતીરથ રાજપૂતને મકાન બનાવવા માટે રૂ.૧૭ લાખ આપ્યા હતા. પાંચ વર્ષથી રૂપિયા પરત નહીં આપતાં કેસરીપ્રસાદે ડિસેમ્બર ર૦૧૬માં રૂ.૧૭ લાખનો ચેક દિનેશસિંહને આપ્યો હતો. જોકે ચેક રિટર્ન થતાં દિનેશસિંહે કેસરીપ્રસાદને નોટિસ આપી હતી.

તા.૯ માર્ચના રોજ બપોરે ૩-૦૦ વાગ્યાની આસપાસ કેસરીપ્રસાદની પત્ની માલતીબહેન અને પુત્ર ડો. વિનોદ રાજપૂત દિનેશસિંહના ઘરે સમાધાન કરવા માટે ગયા હતા. ઘરમાં દિનેશસિંહની પત્ની ઇન્દુબાલા હાજર હતાં તે સમયે બન્ને જણાએ સમાધાનની વાત કરી હતી અને ચેક બાઉન્સના કેસને પરત ખેંચવા માટેની વાત કરી હતી. ઇન્દુબાલાની તબિયત ખરાબ હોવાના કારણે ડો.વિનોદે ચાર દવા માટે આપી હતી.

દવા લીધા બાદ ઇન્દુબાલાની તબિયત વધુ લથડતાં તેઓ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયાં હતાં. તેઓ એકાએક બેભાન થઇ ગયાં હતાં. પોલીસ કર્મચારીઓ ઇન્દુબાલાને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં તેમની તબીબોએ તેમની સારવાર શરૂ કરી હતી. ગઇકાલે પોલીસે ડો. વિનોદ, પિતા કેસરીપ્રસાદ અને માતા માલતીબહેન વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને ગુનો દાખલ કર્યો છે.
http://sambhaavnews.com/

divyesh

Recent Posts

મિત્રએ ઉધાર લીધેલા 25 હજાર આપવાના બદલે મોત આપ્યું

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં ગુનાખોરીની ગ્રાફ દિવસે ને દિવસે વધી રહ્યો છે. સામાન્ય બાબતોમાં તેમજ રૂપિયાની લેતીદેતી જેવી…

38 mins ago

મતદાન માટે પીએમ મોદીની અપીલ: પોલિંગ બૂથ પર મચાવો ‘ટોટલ ધમાલ’

(એજન્સી) નવી દિલ્હી: લોકસભા ચૂંટણી પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જાણીતી હસ્તીઓને ફરી એક વખત અપીલ કરી છે કે…

58 mins ago

ફતેહવાડીના રો હાઉસમાં ચાલતા જુગારધામ પર દરોડોઃ 20 પકડાયા

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: અમદાવાદના ફતેહવાડી વિસ્તારમાં રો હાઉસમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી ૨૦ જુગારિયાઓને ઝડપી લીધા હતા. મળતી…

1 hour ago

હિતરુચિવિજયજી મહારાજ સાહેબની પાલખીયાત્રામાં હજારો ભાવિકો જોડાયા

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: સુવિશાલ ગચ્છાધિપતિ દીક્ષાયુગપ્રવકતા આચાર્ય ભગવંત શ્રીમંત વિજયરામચંદ્રસૂરિશ્વરજી મહારાજ સાહેબના અંતિમ શિષ્ય મુનિરાજ હિત રુચિવિજયજી મહારાજ સાહેબ ગઈ…

1 hour ago

ત્રણ કરોડ રૂપિયા માટે ‘બિગ બ્રધર’ શોમાં ગઈ હતી શિલ્પા શેટ્ટી

(એજન્સી)મુંબઈ: ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ જીવનમાં ઘણીવાર રિજેકશનનો સામનો કર્યાની વાત કબૂલી હતી. તેણે કહ્યું હતું કે મારી કેરિયરના પ્રારંભિક…

1 hour ago

ગુજરાતની બાકી 10 બેઠકના ઉમેદવાર BJP આજે જાહેર કરે તેવી શક્યતા

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટેની ર૬ બેઠકો માટે ભાજપે ગઇ કાલે ૧પ ઉમેદવારો જાહેર કર્યા બાદ બાકી રહેલી…

2 hours ago