ડોક્ટરનાં ઘરેથી પાંચ મહિલાઓનાં કંકાલ મળ્યા : મહારાષ્ટ્રમાં નિઠારી કાંડ

સતારા : મહારાષ્ટ્રનાં સતારા જિલ્લામાં પણ નિઠારી કાંડ જેવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસે આ ખુંખાર હત્યારાની ધરપકડ કરી છે જે વ્યવસાયે ડોક્ટર છે. એક આંગણવાડી સેવિકા મંગલા જેધેનાં અપહરણ અને હત્યાનાં કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. જો કે પુછપરછ દરમિયાન આ ડોક્ટરે દવાઓનાં ઓવરડોઝ દ્વારા અન્ય 6 લોકોની હત્યા કર્યાનું પણ બહાર આવ્યું હતું. જેનાં પગલે તપાસનિશ અધિકારીઓ ચોંકી ગયા હતા.

પોલીસનાં અનુસાર પોલનાં ફાર્મ હાઉસમાંથી અત્યાર સુધી પાંચ હાડપિંજર મળી આવ્યા છે. આ હાડપિંજરની ઓળખ સલમા શેખ, જગાબાઇ પોલ, વનિતા ગાયકવાડ, સુરેખા ચિકણે, નથમલ ભંડારી સ્વરૂપે થઇ છે. આ તમામ લોકો 2003થી ગુમ હતા અને ગાયબ થતા પહેલા ડૉ.પોલનાં સંપર્કમાં હતા. મંગલા જેધેએ ગાયબ થતા પહેલા લાસ્ટ કોલ ડૉ.સંતોષ પોલને કરી હતી. હત્યાનાં આ કિસ્સામાં ડોક્ટરનું નામ સંડોવાયા બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે. જ્યારે મીડિયા દ્વારા તેને ડૉક્ટર ડેથનું નામ આપવામાં આવ્યું છે.

પોલીસનાં અનુસાર શનિવારે ધરપકડ કરવામાં આવેલા આરોપી સંતોષ પોલીસે પુછપરછ દરમિયાન કબુલ કર્યું કે તેણે પાંચ મહિલાઓ અને એક પુરૂષની હત્યા કરી છે. પોલીસને મહારાષ્ટ્રનાંપુર્વ પ્રાથમિક શિક્ષિકા સેવિકા સંઘનાં અધ્યક્ષ 49 વર્ષીય મંગલા જેઢેની રહસ્યમય રીતે ગુમ થવાની તપાસ દરમિયાન ડોક્ટર પોલની ધરપકડ કરી હતી. ત્યાર બાદ પુછપરછમાં પોલે તમામ હત્યાઓનો સ્વિકાર કર્યો હતો. પોલે પોતાની નર્સ જ્યોતિ માંદ્રે સાથે વાઇ બસમથક પરથી મંગલ જેઢેનું અપહરણ કર્યું અને વાઇથી 13 કિલોમીટર દુર પોલનાં ફાર્મહાઉસ લઇ ગયા હતા. જ્યાં તેની હત્યા કરી નાખી હતી. તેની લાશને દફનાવીને બંન્ને અન્ડરગ્રાઉન્ડ થઇ ગયા હતા.

You might also like