Categories: Gujarat

ડોક્ટર સૂતા રહ્યા ને કમ્પાઉન્ડરે ડિલિવરી કરાવીઃ બાળકનું મોત

અમદાવાદ: તબીબી જગત માટે લાંછન લગાવતો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના ઠક્કરબાપાનગરમાં આવેલી જનમંગલ હોસ્પિટલમાં મોડી રાત્રે પ્રસૂ‌િતની પીડા સાથે મહિલાને લવાતાં કમ્પાઉન્ડરે ડો. સૂર્યકાન્ત પટેલને કોલ કર્યો હતો, જોકે ડોક્ટરે ફોન રિસીવ નહીં કરતાં કમ્પાઉન્ડરે જોખમી નિર્ણય કરીને કોઇ પણ જાતની તબીબી લાયકાત નહીં હોવા છતાં નોર્મલ ડિલીવરી કરાવી હતી. મહિલાએ પુત્રને જન્મ આપ્યો હતો, જોકે તે થોડા સમયમાં મૃત્યુ પામ્યો હતો. ડિલીવરી બાદ મહિલાની તબિયત લથડતાં શારદાબહેન હોસ્પિટલમાં ખસેડાઇ હતી.

મહિલાનાં પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે બેદરકારીથી મોત નિપજાવવાનો ગુનો દાખલ કરી ડો. સૂર્યકાન્ત પટેલની ધરપકડ કરી હતી, જ્યારે કમ્પાઉન્ડર ફરાર થઇ ગયો હતો. દરિયાપુરમાં રહેતી ભાવનાબહેન શૈલેશભાઇ પટણી ગર્ભવતી બની ત્યારથી ડો.સૂર્યકાન્ત પટેલના નર્સિંગ હોમમાં ચેકઅપ અને સારવાર કરાવતી હતી. તા.૧૬ મેના રોજ રાત્રે જ્યારે ભાવનાબહેન સાસરીમાં હતાં ત્યારે તેમને પ્રસૂતિની પીડા ઉપડી હતી.

ભાવનબહેનને તેમનાં સાસુ-સસરા ‌િરક્ષામાં બેસાડીને જનમંગલ હોસ્પિટલમાં લઇને આવ્યાં હતાં. હોસ્પિલમાં કમ્પાઉન્ડર અશોકભાઇ તથા સફાઇકામ કરતી એક મહિલા હાજર હતાં. અશોકભાઇએ તાત્કા‌િલક ડોક્ટર સૂર્યકાન્ત પટેલને ઇમર્જન્સી આવી હોવા માટે કોલ કર્યો હતો, પરંતુ ડોક્ટરે કોઇ ફોન કોલ્સ નહીં ઉપાડતાં અશોકભાઇએ જાતે જ ડ‌િલવરી કરવાનો નિર્ણય લીધો હતો.

મોડી રાતે ત્રણ વાગ્યાના અરસામાં અશોકભાઇએ ફરીથી ડોક્ટરને કોલ કર્યો, પરંતુ નિદ્રાધીન ડોક્ટરે ફોન ઉપાડ્યો ન હતો. લગભગ 4 વાગ્યાના અરસામાં અશોકભાઇ સફાઇ કર્મચારીની મદદથી ભાવનાબહેનને ઓપરેશન થિયેટરમાં લઇ ગયા હતા. એક કલાક બાદ અશોકભાઇએ ભાવનાબહેનની ‌િડ‌િલવરી કરાવી હતી, જેમાં ભાવનાબહેને પુત્રને જન્મ આપ્યો હતો.

બાળકના મોઢામાંથી ફીણ નીકળતું હતું, જેની જાણ અશોકભાઇને કરતાં તેમણે રૂમાલથી ફીણ સાફ કરી દેવાની સલાહ આપી હતી. વારંવાર બાળકના મોઢામાંથી ફીણ નીકળતું હોવા છતાંય અશોકભાઇએ બાળકોના ડોક્ટરને બોલાવવાની તસ્દી લીધી નહીં. પરિવારજનોનો આક્ષેપ છે કે વહેલી સવારે દસ વાગ્યાના અરસામાં ડોક્ટર સૂર્યકાન્ત પટેલ હોસ્પિટલ આવ્યા હતા. તેમણે ભાવનાબહેનને જોવાની તસ્દી લીધી ન હતી અને સીધા તેમની ચેમ્બરમાં જતા રહ્યા.

જ્યારે બાળકને ફીણ આવતું હોવાની વાત ભાવનાબહેનનાંં સાસુએ કરી ત્યારે ડોક્ટરે રૂમાલથી સાફ કરી દઇને દૂધમાં પાણી નાખીને ‌િપવડાવવા માટે જણાવ્યું હતું. ચોંકાવનારી વાત એ છે કે કોઇ પણ ન‌િર્સંગ હોમમાં બાળકનો જન્મ થાય ત્યારે તેના ચેકઅપ માટે બાળકોના ડોક્ટરને બોલાવવામાં આવતા હોય છે, જોકે આ બાળકના જન્મને 8 કલાક ઉપર થઇ ગયા હોવા છતાંય કોઇ ડોક્ટર બાળકને જોવા માટે આવ્યા ન હતા. અચાનક બપોરે 2 વાગ્યે બાળક નહીં ઊઠતાં ભાવનાબહેનના સાસુ-સસરા ડોક્ટર સૂર્યકાન્ત પાસે ગયા હતા. જ્યાં તેમણે બાળકોના ડોક્ટરને બતાવવા માટે જવાનું કહ્યું હતું.

બાળકોના ડોકટર પાસે લઇ ગયાં ત્યારે ડોકટરે બાળક મૃત્યુ પામ્યું હોવાનું જણાવ્યું હતું. ભાવનાબહેનના પતિ ડીસામાં બેંકમાં નોકરી કરે છે. તેમને પણ ઘટનાની જાણ કરાતાં તેઓ અમદાવાદ આવી ગયા હતા. બાળકને દફનાવ્યા બાદ ગઇ કાલે મોડી રાતે ભાવનાબહેનના સાસુ વિજુબહેન પટણીએ ડોક્ટર સૂર્યકાન્ત પટેલ તથા કમ્પાઉન્ડર અશોકભાઇ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

બાપુનગર પોલીસ ઇન્સ્પેક્ટર રાજન લાડવાએ જણાવ્યું છે કે ડોક્ટર તથા કમ્પાઉન્ડર વિરુદ્ધમાં બેદરકારીથી મોત બદલ ગુનો દાખલ કરાયો છે. એફએસએલની ટીમ અને મે‌િજસ્ટ્રેટની હાજરીમાં દફન કરેલ બાળકની લાશને બહાર કાઢીને તેને પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. આ કેસમાં ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે જ્યારે કમ્પાઉન્ડર ફરાર છે.

ભાવનાબહેનના દિયર સતીશભાઇએ જણાવ્યું છે કે મોડી રાતે ડોક્ટરને ફોન કર્યો હતો પણ તેમણે ઉપાડ્યો ન હતો. કમ્પાઉન્ડરે ‌િડ‌િલવરી કરાવી. અમારી ભાભીને હાઇબ્લડપ્રેશરનો પ્રોબ્લેમ છે. આ અંગે ડોક્ટર તથા કમ્પાઉન્ડરને ખબર હોવા છતાંય તેમને ડોક્ટરની ગેરહાજરીમાં બ્લડપ્રેશન માપ્યા વગર કમ્પાઉન્ડરે ‌િડ‌િલવરી કરાવી હતી. ‌િડ‌િલવરી બાદ અમારાં ભાભી બેભાન થઇ ગયાં હતાં, જેની કોઇ સારવાર કરવામાં આવી નહીંં. અંતે અમે તેમને શારદાબહેન હોસ્પિટલમાં સારવાર માટે લઇને આવ્યા છે.

સૂર્યકાન્ત પટેલ ઠક્કરબાપાનગરમાં આવેલ પ્લોટ નંબર 82, વિક્રમપાર્ક સોસાયટીમાં રહે છે. તેમના ઘરેથી તેમનું દવાખાનું માત્ર 5 ‌િમનિટના અંતરે આવેલું છે.

divyesh

Recent Posts

વ્યાજની વસૂલાત માટે યુવકને 31 કલાક ગોંધી રાખી ઢોર માર માર્યો

(પ્રતિનિધિ દ્વારા અમદાવાદ: શહેરના માધુપુરા વિસ્તારમાં રૂપિયાની લેતી દેતી મામલે વાહનોની લે વેચ કરતા યુવકનું અપહરણ કર્યા બાદ ૩૧ કલાક…

7 hours ago

1960 પછી ગુજરાતમાં પ્રથમ વાર કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: છેક વર્ષ ૧૯૬૦માં કોંગ્રેસની વર્કિંગ કમિટીનું આયોજન ગુજરાતમાં કરાયું હતું ત્યાર બાદ હવે ઓલ ઈન્ડિયા કોંગ્રેસની વર્કિંગ…

8 hours ago

અમદાવાદમાં AMTS બસથી રોજ એક અકસ્માત

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના સત્તાવાળાઓ દ્વારા એએમટીએસ બસમાં પેસેન્જર્સનો વિશ્વાસ વધે અને ખાસ કરીને અકસ્માતની ઘટનાઓનું…

8 hours ago

એસટીના કર્મચારીઓ આજ મધરાતથી હડતાળ પર જશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: એસટી નિગમના રાજ્યભરના કર્મચારીઓ આજે મધરાતથી હડતાળ પર ઉતરી જશે. જેના કારણે આજે મધરાતથી રાજ્યભરની સાત હજારથી…

8 hours ago

ધો.11ની વિદ્યાર્થિનીને કારમાં આવેલા બુકાનીધારી શખસો ઉઠાવી ગયા

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: જુહાપુરામાં રોયલ અકબર ટાવર નજીક ધોરણ ૧૧મા ભણતી વિદ્યાર્થીનીને ગત મોડી રાત્રે ઇકો કારમાં આવેલા ત્રણ અજાણ્યા…

8 hours ago

દિલ્હી-NCRમાં ભૂકંપના ઝટકાઃ 3.9ની તીવ્રતા, UPનું બાગપત હતું કેન્દ્ર

(એજન્સી) નવી દિલ્હી: રાજધાની દિલ્હી સહિત એનસીઆરના ક્ષેત્રમાં બુધવારે સવારે ભૂકંપના ઝટકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૩.૯ હતી.…

8 hours ago