તમને આવેલાં સપનાં યાદ રાખવાં છે? તો વિટામિન B6 લો

રાત્રે ઊંઘમાં ચોક્કસ સમયગાળા દરમ્યાન સપનાં આવે છે. જોકે નીંદર તૂટતાં જ એ સપનાં ભૂલાઇ જાય છે. જે સપનું જોતાં-જોતાં આપણે અચાનક જાગી ગયા હોઇએ એ વિશે કોઇ તમને બે-પાંચ કલાક પછી પૂછે તો એ યાદ નથી હોતું.

જોકે તમને એ યાદ રાખવું હોય તો શક્ય છે. ઓસ્ટ્રેલિયન રિસર્ચરોનું કહેવું છે કે સૂતા પહેલાં વિટામિન બી-૬ના સપ્લિમેન્ટ લેવામાં આવે તો તંદ્રાવસ્થામાં આવેલાં સપનાં યાદ રહી શકે છે.

યુનિ. ઓફ એડીલેડના નિષ્ણાતોનું કહેવું છે કે રાત્રે જસ્ટ સૂતા પહેલાં આ વિટામિનનાં સપ્લિમેન્ટ લેવાથી ડ્રીમ યાદ રહેવાની સંભાવના વધે છે. આ સપ્લિમેન્ટસ લેવાથી સૂવાની પેટર્ન અને ઊંઘની વિવિધ અવસ્થાઓમાં કોઇ ફરક નથી પડતો.

You might also like